વૈષ્ણોદેવી જનારા કરોડો યાત્રાળુઓને રેલવેની મોટી ભેટ, આજથી શરુ થશે નવી સુવિધા
26 મે ના રોજથી રેલવે દ્વારા યાત્રાળુઓ માટે ખાસ ટ્રેન શરુ કરવાની જાહેરાત
ટ્રેન નંબર 04662 જમ્મુ તાવીથી રાતના 11.20 કલાકે રવાના થશે
Image Envato |
તા. 26 મે 2023, શુક્રવાર
વૈષ્ણોદેવી જવાવાળા યાત્રાળુઓ માટે ખુશખબરી છે. જો તમે આ વખતે વૈષ્ણોદેવી માતાના દર્શને જવાનો મુડ બનાવ્યો હોય તો ભારતીય રેલવે દ્વારા તમને મોટી ભેટ મળશે. હવે તમારે વૈષ્ણોદેવી જવા માટે જરાપણ હેરાન પરેશાન થવાની જરુર નથી. ભારતીય રેલવે દ્વારા આ વખતે શ્રદ્ધાળુઓ માટે વિશેષ રુપે નવી ટ્રેન શરુ કરવામાં આવી છે. આજથી એટલે કે 26 મે ના રોજથી રેલવે દ્વારા યાત્રાળુઓ માટે ખાસ ટ્રેન શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નોંધી લેશો ટ્રેન નંબર
ભારતીય રેલવે દ્વારા વારાણસી થી જમ્મુતાવી જવાવાળા યાત્રાળુઓ માટે વિશેષ ટ્રેન શરુ કરવામાં આવી છે. આ ટ્રેન આજથી એટલે કે 26 મે રોજથી શરુ કરવામાં આવી રહી છે. જેના પછી તમારી વૈષ્ણોદેવી યાત્રા ઘણી આસાન થઈ જશે. રેલવે દ્વારા ટ્રેન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. યાત્રાળુઓની સુવિધા માટે ટ્રેનનો નંબર આપવામાં આવ્યો છે જે 04662/04661 દ્વારા સંચાલન કરવામાં આવશે.
રેલવે અધિકારીઓ આપી માહિતી
આ નવી ટ્રેન વિશે માહિતી આપતા રેલવે અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, 26 મે ના રોજ ટ્રેન નંબર 04662 જમ્મુ તાવીથી રાતના 11.20 કલાકે રવાના થશે અને તેના બીજા દિવસે એટલે કે તા. 27 મે રાતના 10.55 કલાકે વારાણસી કેન્ટ સ્ટેશન પર પહોચશે.
વારાણસી કેન્ટમાં મળશે ટ્રેન
આ સાથે પરત આવવા માટે યાત્રાળુઓ ટ્રેન નંબર 04661 થી યાત્રા કરવી પડશે. આ ટ્રેન યાત્રાળુઓને વારાણસી કેન્ટથી મળશે અને સવારે 7.30 કલાકે રવાના થશે અને બીજા દિવસે સવારે 9.15 કલાકે જમ્મુ તાવી પહોચશે.