પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓનો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Convoy acccident : ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના કાફલા સાથે એક અકસ્માત સર્જાયો છે. કાફલાની પાછળ ચાલી રહેલી ગાડીઓ અચાનક એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં રાહુલ ગાંધી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત એક્સપ્રેસવે પર હલિયાપુર નજીક 89.5 કિલોમીટર માઈલસ્ટોન પર બન્યો હતો. રાહુલ ગાંધીના કાફલાની પાછળ ઝડપથી આવી રહેલા વાહનો વચ્ચે આ ટક્કર થઈ હતી. ટક્કર બાદ ઘટનાસ્થળે ક્ષણભર માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ છે કે નહીં તેમજ અકસ્માતનું અસલી કારણ શું હતું તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
માનહાનિ કેસમાં કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે સવારે 7 વાગ્યે પોતાના દિલ્હી સ્થિત આવાસ પરથી ઉત્તર પ્રદેશના સુલતાનપુર જવા રવાના થયા હતા. તેઓ 2018 ના એક ફોજદારી માનહાનિ (Criminal Defamation) કેસમાં ચુકાદાના સિલસિલામાં સુલતાનપુરની વિશેષ MP/MLA કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, તે દરમિયાન માર્ગમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.




