VIDEO : પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીને પોલીસે રોક્યા, અધિકારીઓ સાથે થયો વિવાદ
Rahul Gandhi Punjab Visit: પંજાબમાં અતિભારે વરસાદને લઈને પૂર આવ્યું હતું. જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારના પ્રભાવિત લોકોના હાલ પૂછવા અને સ્થિતિથી અવગત થવા માટે આજે સોમવારે (15 સપ્ટેમ્બર) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પંજાબના દીનાનગર ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી ગુરદાસપુરમાં રાવી નદી પાસે આવેલા ગામના લોકોને મળવા જવા ઈચ્છતાં હતા, પરંતુ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ તેમને રોક્યા હતા. જેમાં રાહુલ ગાંધી અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. તેવામાં રાહુલ ગાંધીએ ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારીને પૂછ્યું કે, 'મને રોકવામાં કેમ આવી રહ્યો છે?' સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીને પોલીસે રોક્યા
છેલ્લા કેટલાક દિવસ ધોધમાર વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા હતા. તેવામાં કારણ ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. અથિભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતાં પંજાબના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામો પૂરથી પ્રભાવિત થયા હતા. તમને જણાવી દઈએ કે, પંજાબમાં પૂરના કારણે અત્યારસુધીમાં 56 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આજે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂરથી પ્રભાવિત લોકોની મુલાકાત માટે પંજાબ પહોંચ્યા હતા.
આ સમય દરમિયાન, તેમણે પૂર પીડિતોની સ્થિતિ જાણવા માટે પંજાબના દિનાનગરમાં મકોડા પતન રાવી નદી વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે રાવી દરિયા ક્ષેત્ર પાર કરીને બીજી બાજુના ગ્રામજનોને મળવા માંગતા હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા.
સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ રાહુલ ગાંધીને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા પોલીસ અધિકારીને પૂછી રહ્યા છે કે, પીડિતોને કેમ મળવા દેતા નથી, કેમ રોક્યા છે? પોલીસ અને રાહુલ ગાંધીને ઉગ્ર ચર્ચાનો વીડિયો સામે આવ્યો છે.