India

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી

By GS TEAM
5 Mar 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની અસર છેક ભારત સુધી પહોંચી છે. યુદ્ધ બાદ ઈરાને સૌથી વ્યસ્ત વેપારી જળમાર્ગ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માંથી કોઈપણ શીપના આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરના અનેક શીપ ત્યાં અટકી પડ્યા છે. આ યુદ્ધના કારણે ભારતની મુશ્કેલી વધવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી

Rahul Gandhi On India Oil Crisis : અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની અસર છેક ભારત સુધી પહોંચી છે. યુદ્ધ બાદ ઈરાને સૌથી વ્યસ્ત વેપારી જળમાર્ગ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’માંથી કોઈપણ શીપના આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરના અનેક શીપ ત્યાં અટકી પડ્યા છે. આ યુદ્ધના કારણે ભારતની મુશ્કેલી વધવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે.

આગામી સમયમાં ભયંકર સંકટનો ખતરો : રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘વિશ્વ એક અસ્થિર સમયમાંથી પ્રવેશી ગયું છે. આગામી સમયમાં ભયંકર સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં છે, કારણ કે આપણી ઓઇલ જરૂરીયાતમાંથી 40 ટકાથી વધુનો ભાગ હોર્મુઝ જલડમરૂમધ્યમાંથી થઈને ભારત આવે છે. LPG અને LNGની સ્થિતિ તેનાથી પણ વધુ બદતર છે.’

હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધજહાજ પર હુમલો, PM ચૂપ : કોંગ્રેસ સાંસદ

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે, ‘ઈરાન સાથેનો સંઘર્ષ આપણા પડોશ સુધી પહોંચી ગયો છે. હિંદ મહાસાગરમાં એક ઈરાની યુદ્ધજહાજ ડુબાડી દેવાયું છે, છતાં આપણા વડાપ્રધાને આ મુદ્દે કોઈપણ ટિપ્પણી કરી નથી. આવી સ્થિતિમાં આપણને એક સ્થિર નેતૃત્વની જરૂર છે, જોકે તેનાથી વિપરીત ભારત પાસે એક એવા વડાપ્રધાન છે, જે સમાધાનકારી છે અને સ્વતંત્ર નિર્ણયશક્તિને ત્યાગી દીધી છે.’

ઓઇલની સપ્લાય અટકી, કિંમતોમાં બે ટકાથી વધુનો વધારો

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર ભયંકર હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા છ દિવસ ચાલી રહેલા આ યુદ્ધમાં ઈરાનની સ્થિતિ બદથી પણ બદતર થઈ ગઈ છે. બીજી તરફ ઈરાને માત્ર ઈઝરાયલ પર જ નહીં કતર, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં અમેરિકન સૈન્ય બેઝ પર હુમલાઓ કરી રહ્યો છે. આ કારણે ભારતની ઓઇલ સપ્લાય પર પણ મોટી અસર થઈ છે. આ તણાવના કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં બે ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ

હોર્મુઝમાં અનેક ટેન્કરો ફસાયા

ઓઇલ સપ્લાયમાં ધરખમ ઘટાડો થવાના કારણે, હોર્મુઝમાં અનેક ટેન્કરો ફસાઈ જવાના કારણે, આ ઉપરાંત સાઉદી અરેબિયાએ ઓઇલ સપ્લાય પર કામ મૂકવાના કારણે તેની કિંમતોમાં ઉછાળો થયો છે. રિપોર્ટ મુજબ હોર્મુઝ જલડમરૂમધ્યમાંથી પસાર થઈ રહેલા એક કન્ટેનર જહાજ પર પ્રોજેક્ટાઇલથી હુમલો થવાથી ખૂબ નુકસાન થયું છે.

ક્રૂડ ઓઇલ, LPG, LNG મામલે ભારતની સ્થિતિ શું?

સરકારી સૂત્રોના રિપોર્ટ મુજબ, ક્રૂડ ઓઇલ, એલપીજી અને એલએનજી મામલે ભારતની વર્તમાન સ્થિતિ સુરક્ષિત છે. દેશ પાસે લગભગ 25-25 દિવસ સુધી ચાલે તેટલું ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનો સ્ટોક પડ્યો છે. દેશમાં ક્રૂડ ઓઇલની જેટલી જરૂરીયાત છે, તેમાંથી 85 ટકા આયાત કરવામાં આવે છે અને આમાંથી 60 ટકા ક્રૂડ ઓઇલ મિડલ-ઈસ્ટના દેશોમાંથી આયાત થાય છે, જે હોર્મુઝના રસ્તેથી ભારત પહોંચાડવામાં આવે છે. હાલ ઈરાને હોર્મુઝ પર પ્રતિબંધ લાદી દીધો છે, જેના કારણે સપ્લાયને ભયાનક અસર થઈ છે.

આ પણ વાંચો : ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ