India

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહાર

By GS TEAM
14 Feb 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારત-અમેરિકા વેપાર સમજૂતી મામલે મોદી સરકાર પર ફરી આકરા પ્રહારો કર્યા છે. તાજેતરમાં અમેરિકાએ ભારત સાથે વેપાર સમજૂતી કરીને ટેરિફમાં મોટી રાહત આપી હતી, ત્યારબાદ આ ડીલને લઈને રાહુલે મોદી સરકારને ખેડૂત વિરોધી ગણાવ્યા બાદ ગઈકાલે ખેડૂત નેતાઓ સાથે બેઠક યોજી હતી અને આજે તેમણે વધુ એક વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, ભારત-અમેરિકાની ડીલથી ટેક્સટાઈટ ઉદ્યોગ સંપૂર્ણ ખતમ થઈ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહાર

Rahul Gandhi On India-US Trade Deal : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારત-અમેરિકા વેપાર સમજૂતી મામલે મોદી સરકાર પર ફરી આકરા પ્રહારો કર્યા છે. તાજેતરમાં અમેરિકાએ ભારત સાથે વેપાર સમજૂતી કરીને ટેરિફમાં મોટી રાહત આપી હતી, ત્યારબાદ આ ડીલને લઈને રાહુલે મોદી સરકારને ખેડૂત વિરોધી ગણાવ્યા બાદ ગઈકાલે ખેડૂત નેતાઓ સાથે બેઠક યોજી હતી અને આજે તેમણે વધુ એક વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, ભારત-અમેરિકાની ડીલથી ટેક્સટાઈટ ઉદ્યોગ સંપૂર્ણ ખતમ થઈ જશે.

ટ્રેડ ડીલથી ખેડૂતો-ટેક્સટાઈલ ઉદ્યોગને નુકસાન : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોશિલ મીડિયા એકાઉન્ટ એક્સ પર વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર દેશને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ‘ભારત-અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી કપાસ પકવતા ખેડૂતો અને ટેક્સટાઈલ ઉદ્યોગને માટે નુકસાનકારક સાબિત થશે.

આ પણ વાંચો : બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી

‘...તો અમેરિકા પાસેથી કપાસ આયાત કરવી પડશે’

રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વચ્ચે કપાસની ખેતી અને ટેક્સટાઈલ મામલે થયેલી સમજૂતીની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ‘જો બાંગ્લાદેશ કપાસની આયાત કરે અને કપડાની નિકાસ કરે તો તેમાં અમેરિકાએ શૂન્ય ટકા ટેરિફનો લાભ આપ્યો છે. જ્યારે ભારતના કપડા પર 18 ટકા ટેરિફની જાહેરાત કરાઈ હતી, ત્યારે મેં સંસદમાં બાંગ્લાદેશને મળતી રાહતનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે મોદી સરકારના મંત્રીએ જવાબ આપ્યો હતો કે, જો આપણને આ ફાયદો જોઈએ તો અમેરિકા પાસેથી કપાસ મંગાવવી પડશે.’

‘સરકારે વાત કેમ છુપાવી’

તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘આખરે સરકાર આ વાત જાણતી હતી, તો તેમણે છુપાવી કેમ? જો આપણે અમેરિકા પાસેથી કપાસ મંગાવીએ તો આપણા ખેડૂતો બરબાદ થઈ જશે. જો ન મંગાવીએ તો આપણું ટેક્સટાઈલ ઉદ્યોગ ખતમ થઈ જશે. એટલું જ નહીં, બાંગ્લાદેશે સંકેત આપ્યો છે કે, તે ભારત પાસેથી કપાસની આયાત ઓછી અથવા બંધ કરી શકે છે.’

આ પણ વાંચો : ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરું ઘડનારો સાંસદ બન્યો! બાંગ્લાદેશની ચૂંટણીમાં 3 કલંકિત નેતાઓની જીત