Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે તેમના સંસદીય મતવિસ્તાપ રાયબરેલીમાં પહોંચ્યા છે. ગુરુવારે દિશાની બેઠકમાં હાજરી આપીને જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, ભાજપના લોકો ખૂબ આંદોલિત થઈ રહ્યા છે. હું તેમને કહેવા માંગીશ કે, જ્યારે હાઈડ્રોજન બોમ્બ આવશે ત્યારે બધુ સાફ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં વોટ ચોરીને સરકાર બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Viral Video: વરરાજાને થયું ફેક્ચર તો કન્યા પહોંચી ગઈ હોસ્પિટલ, ત્યાંજ ફરી લીધા 7 ફેરા
તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકની ચૂંટણીમાં વોટ ચોરી કરવામાં આવ્યા છે. અમે બ્લેક એન્ડ વાઈટ પુરાવા આપ્યા છે. રાહ જુઓ વોટ ચોરીના વધુ ખુલાસા ખૂબ જ ટૂંક સમયમાં થવાના છે. ભાજપના લોકોએ ચિંતા ન કરવી જોઈએ, વોટ ચોરીનો હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે. બધું જ સાફ થઈ જશે.
કોંગ્રેસ સાંસદનો આરોપ છે કે ચૂંટણી પંચે એક કરોડ નકલી મોટ ઉમેર્યા
રાહુલ ગાંધી બુધવારે સાંજે ઊંચાહાર પહોંચ્યા હતા. તેઓ ત્યાંના બૂથ પ્રમુખોને મળ્યા અને લોકસભા ચૂંટણીમાં તેમને મોટી જીત અપાવવા બદલ તેમનો આભાર માન્યો હતો. આ દરમિયાન ચૂંટણી પંચ તેમના નિશાના પર હતું. તેમણે કહ્યું કે ભાજપે વોટ ચોરી કરીને ચૂંટણી જીતી છે. લોકસભા ચૂંટણી પછી, ચૂંટણી પંચે દેશમાં એક કરોડ નકલી વોટ ઉમેર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર કાર્યકરોના બળ પર આગળ વધી રહી છે. અમે તમારા બધાના સહયોગથી પરિવર્તન લાવીશું. રાહુલ ગાંધી એક રેસ્ટોરન્ટમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચતાની સાથે જ કોંગ્રેસના પદાધિકારીઓ, પ્રદેશ સચિવ અતુલ સિંહે તેમનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું. તેઓ સ્ટેજ પર પહોંચતાની સાથે જ પૂર્વ ધારાસભ્ય અજય પાલ સિંહે તેમને બંધારણ પુસ્તક ભેટમાં આપ્યું.
આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 10 નક્સલીઓના મોત, એક કરોડનો ઈનામી મનોજ પણ ઠાર
'વોટ ચોર ગદ્દી છોડ મિશન'
રાહુલ ગાંધીએ તેમના 'વોટ ચોર ગદ્દી છોડ મિશન' પર કાર્યકરોને ઉત્સાહથી ભરી દીધા અને તેમને 'વોટ ચોર ગદ્દી છોડ' ના નારા લગાવ્યા. તેમણે કહ્યું કે, 'ચૂંટણી પંચની મિલીભગતથી મહારાષ્ટ્ર અને કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મત ચોરી પકડાઈ ગઈ છે. જેના કારણે હાલમાં ભાજપ ચિંતિત છે. આ સરકારમાં બંધારણ ખતરામાં છે. અમારા અધિકારોને કચડી નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.'


