Get The App

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 10 નક્સલીઓના મોત, એક કરોડનો ઈનામી મનોજ પણ ઠાર

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 10 નક્સલીઓના મોત, એક કરોડનો ઈનામી મનોજ પણ ઠાર 1 - image


તસવીર : Envato

Security Forces Kill 10 Naxals : સુરક્ષાદળોએ છત્તીસગઢના ગરિયાબંધમાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. અથડામણમાં મનોજ ઉર્ફે બાલકૃષ્ણ સહિત 10 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. નક્સલવાદ વિરુદ્ધ લડતમાં આ મોટી સફળતા માનવામાં આવી રહ્યા છે. ગઢ જંગલની વચ્ચે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જોકે હજુ પણ અથડામણ ચાલી રહી છે. 

રાયપુર રેન્જના IG અમરેશ મિશ્રાએ કહ્યું કે હજુ પણ અથડામણ ચાલી રહી છે અને કેટલાક નક્સલીઓ માર્યા ગયા હોવાની સૂચના છે. વિસ્તૃત માહિતી બાદમાં આપવામાં આવશે. 



સુરક્ષાદળોને મોટી સફળતા 

નોંધનીય છે કે મનોજ ઉર્ફે બાલકૃષ્ણ પર અત્યંત ગંભીર આરોપો હેઠળ કેસ નોંધાયેલા હતા. તે નક્સલી સંગઠનનો મોટો નેતા ગણાતો, તેના પર હત્યા, લૂંટ અને પોલીસ પર હુમલા કરવાના ગુના નોંધાયેલા હતા. તેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તે ઘણા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. 

Tags :