ભારત માત્ર ઍસેમ્બલ કરે, ચીન નફો કમાય છે: રાહુલ ગાંધીએ 'મેક ઇન ઇન્ડિયા' પર ઉઠાવ્યો સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi On Make In India: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની 'મેક ઇન ઇન્ડિયા' યોજના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મેક ઇન ઇન્ડિયા યોજનાને દેશમાં વાસ્તવિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવી છે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં નેહરુ પ્લેસની મુલાકાત લીધી, જે દેશનું સૌથી મોટું ઈલેક્ટ્રોનિક્સ બજાર છે અને ત્યાં ટેક્નિશિયન સાથે વાત કરી. તેમણે કહ્યું કે, 'મોટાભાગના મોબાઇલ અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો ભારતમાં એસેમ્બલ થઈ રહ્યા છે, પરંતુ તેનું ઉત્પાદન અહીં થઈ રહ્યું નથી.'
યુવાનોમાં બેરોજગારી કેમ રૅકોર્ડ ઊંચા સ્તરે છે?: રાહુલ ગાંધી
કેન્દ્ર સરકારની 'મેક ઇન ઇન્ડિયા' યોજના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મેક ઇન ઇન્ડિયા' યોજના દ્વારા ફેક્ટરીમાં તેજી લાવવાનું વચન આપ્યું હતું. તો આજે ઉત્પાદન ઐતિહાસિક નીચા સ્તરે કેમ છે? યુવાનોમાં બેરોજગારીનો રૅકોર્ડ કેમ ઊંચા સ્તરે છે? અને ચીનમાંથી આયાત કેમ બમણી થઈ ગઈ છે?'
જીડીપી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આજે ભારતનું ઉત્પાદન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP)ના માત્ર 14 ટકા સુધી ઘટી ગયું છે, તે એક રૅકોર્ડ નીચું સ્તર. જ્યારે યુવા બેરોજગારી તેની ટોચ પર છે અને ચીનથી આયાત બમણી થઈ ગઈ છે.'
આ પણ વાંચ: ઈરાન વર્ષોથી ભારતનું સહયોગી, ઈઝરાયલના હુમલા પર ભારતનું મૌન અયોગ્ય: સોનિયા ગાંધી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરતાં રાહુલે લખ્યું, 'મેક ઇન ઇન્ડિયાએ ફેક્ટરી તેજીનું વચન આપ્યું હતું. તો પછી ઉત્પાદન રૅકોર્ડ નીચા સ્તરે, યુવા બેરોજગારી રૅકોર્ડ ઊંચા સ્તરે અને ચીનથી આયાત બમણી કેમ થઈ રહી છે? મોદી સરકાર ફક્ત સૂત્રો આપે છે, સમાધાન નહીં.'
'પીએલઆઇ યોજના પણ ચૂપચાપ બંધ થઈ રહી છે'
કેન્દ્ર સરકારની ઔદ્યોગિક નીતિ પર ચિંતા વ્યક્ત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હવે કોઈ નવા વિચારો નથી. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના જેની ખૂબ ચર્ચા થઈ હતી તે હવે ધીમે ધીમે અને ચૂપચાપ બંધ થઈ રહી છે. મોદીજીએ હવે ભારતીય ઉદ્યોગોના વિસ્તરણની આશા છોડી દીધી છે.'








