Get The App

સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, સરકારે કહ્યું- અમે તૈયાર

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, સરકારે કહ્યું- અમે તૈયાર 1 - image


Image: IANS


Rahul Gandhi: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે (12 ડિસેમ્બર) ગૃહમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ મુદ્દે અમારા તરફથી કોઈ બ્લેમ ગેમ નહીં હોય, અમે આ ગંભીર પડકારને પાર પાડવા માટે સરકારનો સહયોગ કરીશું. આ સિવાય રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે, વાયુ પ્રદૂષણ મુદ્દે તેનો સામનો કરવા આવનારા પાંચ વર્ષનો શું પ્લાન છે તેને ગૃહમાં રજૂ કરવામાં આવે. 

આ પણ વાંચોઃ પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા

બાળકોના ફેફસાં બીમારીઓથી ગ્રસ્તઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદે કહ્યું કે, 'આપણા મોટાભાગના શહેર ઝેરીલી હવાની ચાદરમાં લપેટાયેલા છે. લાખો બાળકોના ફેફસાં બીમારીઓથી ગ્રસ્ત થઈ ચૂક્યા છે, તેમનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. લોકો કેન્સરથી પીડિત થઈ રહ્યા છે. આ સિવાય વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ એક મહત્ત્વનો મુદ્દો છે અને મને પૂરો વિશ્વાસ છે કે, આ વિશે સરકાર અને આપણા વચ્ચે પૂર્ણ સંમતિ હશે. આ કોઈ વૈચારિક મુદ્દો નથી. આ ગૃહમાં તમામ એ વાતથી સંમત હશે કે, વાયુ પ્રદૂષણ અને તેનાથી આપણા લોકોને થતાં નુકસાન પર આપણે બધાએ સહયોગ કરવો જોઈએ.'

એકબીજા પર દોષારોપણની બદલે ઉકેલ શોધીએ

રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે, 'પ્રદૂષણનો કોઈ રસ્તો કાઢવો જોઈએ. એકબીજા પર દોષારોપણની બદલે ઉકેલ શોધીએ. સરકાર અને વિપક્ષ બેસીને આ મુદ્દે ચર્ચા કરે. હું કેન્દ્ર સરકારને માંગ કરું છું કે, રાજ્યો સાથે મળીને આ પ્રદૂષણને દૂર કરવા અલગ-અલગ પ્લાન બનાવે. આ માટે હું વડાપ્રધાનને પહેલ કરવાની અપી કરું છું. સંસદમાં પ્રદૂષણ મુદ્દે ચર્ચા થવી જોઈએ, જેમાં વિપક્ષ અને સત્તા પક્ષ એકબીજા પર આરોપ લગાવવાને બદલે સાથે મળીને દેશહિતમાં એક સચોટ પ્લાનને અંતિમ રૂપ આપે.'

આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશના ચિંટુરુમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 9ના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

આ વિશે વધુ વાત કરતાં તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે, એ સારું રહેશે કે આપણે ચર્ચાને એ પ્રકારે આગળ ન વધારીએ કે, તમે શું નથી કર્યું કે અમે શું નથી કર્યું. પરંતુ, સીધું એ વાત પર ધ્યાન આપીએ કે, આપણે ભવિષ્યમાં ભારતના લોકો માટે શું કરવા જઈ રહ્યા છીએ, આપણે કયા પગલાં લેવા પડશે. તેથી મારું માનવું છે કે, એ જોવું ખૂબ રસપ્રદ હશે કે, શું આપણે એકબીજા પર દોષારોપણની બદલે આ એક મુદ્દે જેમાં આપણે બધા સંમત છીએ અને કોઈ અસમંતિ નથી તો એવું કહેવાનો પ્રયાસ કરીએ કે, ચાલો આપણે ભારતીયોના ભવિષ્ય વિશે વાત કરીએ.' 

સરકાર પ્રદૂષણના મુદ્દે ચર્ચા માટે તૈયારઃ કિરેન રિજિજુ

રાહુલ ગાંધીની આ ભલામણ પર કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, સરકારે એવી કોઈ પણ જનહિતના મુદ્દે ગૃહમાં સાર્થક ચર્ચા માટે હંમેશા તૈયાર છે. આ વિષય લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં પણ છે. અમે દરેક વિષય પર સ્વસ્થ ચર્ચા માટે તૈયાર છીએ. અમે પ્રદૂષણના મુદ્દે પણ ચર્ચા કરવા તૈયાર છીએ.