Get The App

'મારા પર EDના દરોડાની તૈયારી..' સંસદમાં ચક્રવ્યૂહવાળા ભાષણ બાદ રાહુલ ગાંધીનો ચોંકાવનારો દાવો

Updated: Aug 2nd, 2024

GS TEAM


Google News
Google News
Rahul Gandhi speaks in Lok Sabha during the Budget Session in Parliament
Image : IANS (File Photo)

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે મારી સામે ઈડી એક મોટી રેડ મારવાની યોજના બનાવી રહી છે. સંસદમાં ચક્રવ્યૂહવાળા ભાષણ બાદ આ પગલાં ભરવાની તૈયારી કરાઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. ખરેખર સામાન્ય બજેટ અંગે ચર્ચા વખતે કોંગ્રેસના સાંસદે કમળના ચિહ્નનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 21મી સદીમાં નવો ચક્રવ્યૂહ તૈયાર કરાયો છે. 

X પર કર્યો રાહુલે મોટો દાવો! 

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર રાહુલે લખ્યું, 'એ તો જાહેર છે કે 2 ઈન 1ને મારું ચક્રવ્યૂહ ભાષણ પસંદ ન આવ્યું. EDના આંતરિક સૂત્રોએ મને કહ્યું છે કે દરોડાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. હું તો મુક્તમને તેમને આવકારું છું. પોસ્ટમાં EDને ટેગ કરતાં રાહુલે આગળ લખ્યું કે, 'મારા તરફથી ચા અને બિસ્કિટ'. ઉલ્લેખનીય છે કે રાહુલ ગુરુવારે કેરળના વાયનાડ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : યોગી સરકારે ભાજપનું ટેન્શન વધાર્યું, સહયોગીએ ખુલ્લેઆમ વિરોધ કરતાં કહ્યું - તાત્કાલિક બિલ પાછું લો

રાહુલ ગાંધીએ ચક્રવ્યૂહ અંગે શું કહ્યું હતું? 

રાહુલે સંસદમાં કહ્યું હતું કે, 'હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં 6 લોકોએ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને તેની હત્યા કરી હતી. મેં થોડું રિસર્ચ કર્યું અને જાણવા મળ્યું કે ચક્રવ્યૂહને પદ્મવ્યૂહ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કમળ જેવી રચના અને તે પણ કમળના આકારમાં. વડાપ્રધાન આ પ્રતીકને પોતાની છાતી પર લગાવે છે.

આ પણ વાંચો : ભારત પર મોટું સંકટ, ઈસ્લામિક સ્ટેટ ઘડી રહ્યો છે ઘાતક પ્લાન, સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

'મારા પર EDના દરોડાની તૈયારી..' સંસદમાં ચક્રવ્યૂહવાળા ભાષણ બાદ રાહુલ ગાંધીનો ચોંકાવનારો દાવો 2 - image

Tags :