Get The App

પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા, મોટા હુમલાનો હતો પ્લાન

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
Punjab Police Busts ISI


Punjab Police Busts ISI: પંજાબ પોલીસને આજે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) દ્વારા સમર્થિત હોવાનું કહેવાતા ગ્રેનેડ-હુમલાના મૉડ્યૂલના 10 એજન્ટની ધરપકડ કરી છે.

ગ્રેનેડ મોડ્યુલના 10 એજન્ટની ધરપકડ

ડીજીપી (DGP) પંજાબ પોલીસની X પોસ્ટ અનુસાર, 'આ મૉડ્યૂલને પંજાબના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર ધરપકડ કરાયેલા આ 10 એજન્ટ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા અને ગ્રેનેડ લેવા તથા પહોંચાડવાના સંકલન માટે મલેશિયા સ્થિત ત્રણ ઓપરેટિવ્સ મારફતે વાતચીત કરતા હતા.'

આ પણ વાંચો: છત્તીસગઢ લીકર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CMના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત

સંભવિત જીવલેણ હુમલો નિષ્ફળ

આતંકવાદી મૉડ્યૂલને નિશાન બનાવીને દેશભરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનોની શ્રેણીમાં આ તાજેતરની કાર્યવાહી છે. જોકે, હથિયારોની જપ્તી અને હેન્ડલર્સની ઓળખની સંપૂર્ણ વિગતો હજી જાહેર કરવાની બાકી છે, પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્ત માહિતી આધારિત આ રેડને કારણે એક સંભવિત જીવલેણ હુમલો નિષ્ફળ ગયો છે.

આ ઘટના દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બ્લાસ્ટના ગણતરીના દિવસોમાં બની છે, જેમાં 13 લોકોના જીવ ગયા હતા.

પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા, મોટા હુમલાનો હતો પ્લાન 2 - image

Tags :