Get The App

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ 1 - image


Punjab Police Arrested One More Pakistani Spy: પંજાબ પોલીસની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલએ આજે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં કથિત સંડોવણી હોવાના આરોપસર યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરવામાં આવી છે.  તેના યુટ્યુબ પર 11 લાખથી વધુ સબ્સક્રાઈબર્સ છે.

પોલીસે જણાવ્યું હતું કે, રૂપનગરમાં રહેતો જસબીર સિંહનો પાકિસ્તાનના સિક્રેટ એજન્ટ શાકિર ઉર્ફ જટ્ટ રંધાવા સાથે સંબંધ હોવાનો આરોપ છે. જે એક આતંકી સમર્થિત જાસૂસી નેટવર્કનો હિસ્સો છે. જસબીરનો હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક અહેસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશ સાથે અંગત સંબંધ હતાં. દાનિશ પાકિસ્તાન હાઈ કમિશનમાંથી બરતરફ કરવામાં આવેલો અધિકારી છે.

પાકિસ્તાનની ત્રણ વાર લીધી મુલાકાત

પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, જસબીર સિંહે દાનિશના નિમંત્રણ પર દિલ્હીમાં આયોજિત પાકિસ્તાન નેશનલ ડે સમારોહમાં ભાગ લીધો હતો.  જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની સેનાના અન્ય અધિકારીઓ અને બ્લોગર્સ સાથે થઈ હતી.  જસબીરે 2020, 2021 અને 2024માં ત્રણ વખ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં અનેક પાકિસ્તાન આધારિત ફોન નંબર છે. જેની ફોરેન્સિક તપાસ હાથ ધરાઈ છે. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસબીરે PIO સાથે પોતાના તમામ કોમ્યુનિકેશનના પુરાવા ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોહાલીના SSOC માં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. 

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત



ગઈકાલે પણ એક સંદિગ્ધ જાસૂસની કરી હતી ધરપકડ

પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગે ગઈકાલે તરણતારણ પોલીસ સાથે મળી એક જોઈન્ટ ઓપરેશનમાં પાકિસ્તાની જાસુસ ગગનદીપ સિંહની ધરપકડ કરી હતી.  ગગનસિંહના પાકિસ્તાની એજન્સી ISI અને ખાલિસ્તાની સમર્થક ગોપાલસિંહ ચૌહાણ સાથે સંપર્ક હતો. આરોપીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની એક્ટિવિટી અને ડિપ્લોમેન્ટ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનની એજન્સીને આપી હોવાનો આરોપ હતો. 

15થી વધુ પાકિસ્તાનના જાસૂસની ધરપકડ

પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓ અને પાકિસ્તાન માટે જાસૂસી કરતાં લોકોની શોધ હાથ ધરાઈ હતી. જેમાં અત્યારસુધીમાં યુટ્યુબર, વિદ્યાર્થી, સિક્યોરિટી ગાર્ડ સહિત 15થી વધુ પાકિસ્તાનના જાસૂસની ધરપકડ થઈ છે. 

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ 2 - image

Tags :