India

પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ

By GS TEAM
2 Nov 20252 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીની સતત કથળી રહેલી હવા અને સમગ્ર રાજધાનીને ઢાંકી રહેલા ગાઢ ધુમ્મસ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે. ધુમ્મસે રાજધાનીને ગ્રે કફનમાં લપેટી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ

Priyanka Gandhi On Delhi Air Quality : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીની સતત કથળી રહેલી હવા અને સમગ્ર રાજધાનીને ઢાંકી રહેલા ગાઢ ધુમ્મસ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta)ને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે. ધુમ્મસે રાજધાનીને ગ્રે કફનમાં લપેટી લીધી છે.

પ્રદૂષણના કારણે દિલ્હી ગ્રે કવરથી ઢંકાયેલા જેવું : પ્રિયંકા

રવિવારે એક્સ પર પોસ્ટ કરીને પ્રિયંકા ગાંધીએ દિલ્હીની હવાને વાયનાડ અને બિહારના બછવાડા સાથે સરખાવી છે. તેમણે લખ્યું, ‘પહેલા વાયનાડ અને પછી બિહારના બછવાડાથી દિલ્હીની હવામાં પાછા ફરવું ખરેખર ચોંકાવનારું છે. આ શહેર પર ઢંકાયેલા પ્રદૂષણથી લાગી રહ્યું છે કે, શહેર પર એક ગ્રે કવર નાખી દેવાયું છે.’

આ પણ વાંચો : માછલી પકડવા રાહુલ ગાંધીએ તળાવમાં મારી છલાંગ, બિહારમાં ચૂંટણી પ્રચાર વચ્ચે જોવા મળ્યો અલગ અંદાજ

‘અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના પગલાનું સમર્થન કરીશું’

પ્રિયંકાએ વધુમાં લખ્યું છે કે, ‘હવે સમય આવી ગયો છે કે આપણે બધા આપણી રાજકીય મજબૂરીઓની ચિંતા કર્યા વગર એકજૂથ થઈને આ વિશે કંઈક કરીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારે તુરંત કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રદૂષણની ભયાવહ પરિસ્થિતિને ઓછી કરવા માટે તેઓ જે પણ પગલાં ભરશે, અમે બધા તેમનું સમર્થન અને સહયોગ કરીશું.’ દર વર્ષે દિલ્હીના નાગરિકો આ ઝેરીલાપણાનો શિકાર થાય છે અને તેમની પાસે કોઈ ઉપાય નથી.’

ક્લાઉડ સીડિંગનો પ્રયોગ નિષ્ફળ

દિલ્હીમાં તાજેતરમાં જ પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરાયો હતો, પરંતુ તેનાથી કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું. આ મુદ્દે IIT દિલ્હીના સેન્ટર ફોર એટમોસ્ફેરિક સાયન્સે 31 ઓક્ટોબરે રિપોર્ટ જાહેર કર્યો હતો, તેમાં જણાવાયું છે કે, શિયાળામાં ક્લાઉડ સીડિંગ દ્વારા દિલ્હીની હવામાં કોઈ મોટો સુધારો થવાની શક્યતા નથી. 

આ પણ વાંચો : RJDએ બંદૂકની અણીએ કોંગ્રેસથી CM કેન્ડીડેટ પદ છીનવ્યું, ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે: PM મોદી