Get The App

PM મોદી 20 થી 25 જૂન અમેરિકા-ઈજિપ્તની મુલાકાતે જશે, વિદેશ મંત્રાલયે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે

અમેરિકાથી પાછા ફરતી વખતે ઈજિપ્તની મુલાકાતે જશે

Updated: Jun 16th, 2023

GS TEAM

Google News
Google News
PM મોદી 20 થી 25 જૂન અમેરિકા-ઈજિપ્તની મુલાકાતે જશે, વિદેશ મંત્રાલયે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ 1 - image

image : Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 22 જૂને મોદી માટે રાજકીય ભોજન સમારંભનું આયોજન કરશે. આ મુલાકાત દરમિયાન મોદી 22 જૂને અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.

વિદેશ મંત્રાલયે આપી માહિતી 

મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી 22 જૂને વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને મળશે. તેમની ઉચ્ચ સ્તરીય વાતચીતના ક્રમને આગળ ધપાવશે. તેમણે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન અમેરિકી પ્રેસિડેન્ટ બાયડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાયડેન 22 જૂનની સાંજે વડાપ્રધાન મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે.

આ કાર્યક્રમોમાં પણ જોડાશે 

મંત્રાલયે પ્રવાસ કાર્યક્રમ વિશે જણાવ્યું કે વડાપ્રધાન મોદી 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે મોદી 22 જૂને અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને તેના એક દિવસ પછી, 23 જૂનના રોજ, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન તેમના સન્માનમાં લંચનું આયોજન કરશે.

પીએમ મોદીનું શેડ્યુલ

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત લેશે.

2. વડા પ્રધાન મોદી 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે.

3. વડાપ્રધાન મોદી 22 જૂને વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને મળશે, તેમની ઉચ્ચ સ્તરીય મંત્રણાના ક્રમને આગળ ધપાવશે.

4. અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બિડેન 22 જૂનની સાંજે વડાપ્રધાન મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે.

5. વડાપ્રધાન મોદી 22 જૂને યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

6. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન 23 જૂને વડા પ્રધાન મોદીના સન્માનમાં લંચનું આયોજન કરશે.

7. પીએમ મોદી વોશિંગ્ટનમાં અગ્રણી કંપનીઓના સીઈઓ, વ્યાવસાયિકો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરશે.

Tags :