હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું, સંસદમાં પ્રસ્તાવ મંજૂર
President Rule Extended in Manipur: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે. આ 31 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આ વિશે આપવામાં આવેલા વૈધાનિક સંકલ્પનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
સંસદમાં પ્રસ્તાવ પસાર કરાયો
હકીકતમાં, આ સંબંધમાં ગૃહે નોટિસનો સ્વીકાર કર્યો અને પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, 'આ ગૃહ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ 356 હેઠળ મણિપુરના સંબંધમાં 13 જાન્યુઆરી, 2025ના દિવસે કરાયેલી જાહેરાતને 13 ઓગસ્ટ, 2025થી આવનારા 6 મહિનાઓ સુધી લંબાવવાની મંજૂરી આપે છે.
ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન
મળતી માહિતી મુજબ, મણિપુરમાં આ વર્ષે 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી બીરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું હતું.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં ફક્ત 6 મહિના માટે જ લગાવવામાં આવી શકે છે. મણિપુરમાં પણ રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો 31 ઓગસ્ટે પૂરો થઈ જવા રહ્યો છે. આ પહેલા જ રાજ્યમાં એકવાર ફરી રાષ્ટ્રપતિ શાસને 6 મહિના સુધી લંબાવવામાં આવ્યું છે.
મણુપુર મૈતઈ અને કુકી સંઘર્ષમાં 260થી વધુ લોકોના મોત
નોંધનીય છે કે, મણિપુરમાં મે, 2023માં કુકી અને મૈતેઈ સંપ્રદાય વચ્ચે જાતીય હિંસા ફેલાઈ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધી 260 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય 1000થી વધુ લોકોએ પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડ્યું. આ જાતિય હિંસા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ વર્ષે ફેબ્રુઆરીમાં મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે આ વર્ષે ફેબ્રુઆરી 2025માં કેન્દ્ર સરકારે રાજ્યમાં વિધાનસભા ભંગ કરી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું.