India

દિવ્યાંગ બાળકોનું ગીત સાંભળીને ભાવુક થયા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, વાયરલ થયો વીડિયો

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ હાલમાં ત્રણ દિવસ માટે ઉત્તરાખંડના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ શુક્રવારે તેમના 67માં જન્મદિવસ પર એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં એક વિશેષ શુભકામના ગીત સાંભળીને તેઓ ભાવુક થઈ ગયા હતા. હકીકતમાં આ યાત્રા દરમિયાન મુર્મૂએ રાષ્ટ્રીય દ્રષ્ટિ દિવ્યાંગજન સશક્તિકરણ સંસ્થાન (NIEPVD)ની મુલાકાત કરી હતી, જ્યા દિવ્યાંગ બાળકોએ ગીત ગાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. બાળકોનું ગીત સાંભળીને રાષ્ટ્રપતિની આંખોમાં આસુ આવી ગયા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવ્યાંગ બાળકોનું ગીત સાંભળીને ભાવુક થયા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, વાયરલ થયો વીડિયો

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ હાલમાં ત્રણ દિવસ માટે ઉત્તરાખંડના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ શુક્રવારે તેમના 67માં જન્મદિવસ પર એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં એક વિશેષ શુભકામના ગીત સાંભળીને તેઓ ભાવુક થઈ ગયા હતા. હકીકતમાં આ યાત્રા દરમિયાન મુર્મૂએ રાષ્ટ્રીય દ્રષ્ટિ દિવ્યાંગજન સશક્તિકરણ સંસ્થાન (NIEPVD)ની મુલાકાત કરી હતી, જ્યા દિવ્યાંગ બાળકોએ ગીત ગાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. બાળકોનું ગીત સાંભળીને રાષ્ટ્રપતિની આંખોમાં આસુ આવી ગયા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો: ભાવુક VIDEO: વૃદ્ધ દંપતિને 20 રૂપિયામાં આપ્યું મંગળસૂત્ર, જ્વેલર્સના માલિકે જણાવી તેની કિંમત


બાળકોનું ગીત સાંભળીને મારા આંસૂ ન રોકી શકી: મુર્મૂ 

રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, આ બાળકો ખૂબ જ સુંદર રીતે ગાઈ રહ્યા હતા અને પોતાના દિલથી ગાઈ રહ્યા હતા. તેમનું ગીત સાંભળીને  મારા આંસૂ ન રોકી શકી. ગ્રુપની આ પ્રતિભાએ તેમના વિચારને સમર્થન આપ્યું છે કે દિવ્યાંગ બાળકોમાં કેટલી વિશેષ ક્ષમતા રહેલી છે. રાષ્ટ્રપતિએ બાળકોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે તેમની સફળતા નિશ્ચિત છે.

આ પણ વાંચો: VIDEO: ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- 'મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી'

ઉત્તરાખંડના રાજ્યપાલે પણ બાળકોને સંબોધિત કર્યા

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ (નિવૃત્ત) એ બાળકોને કહ્યું, 'દેશ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને આપણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 2047 સુધીમાં મજબૂત ભારતના દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. તમે રાષ્ટ્ર નિર્માણની આ યાત્રાનો એક અભિન્ન અંગ છો.'