For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

જૂના સંસદભવનમાં PMનું છેલ્લું સંબોધન, વિદાય આપતા કહ્યું ગરિમા ઓછી ન થવી જોઈએ, નામ રાખો 'સંવિધાન સદન'

જૂના સંસદભવનના વિદાય પર PM મોદીએ કહ્યું કે- આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે

Updated: Sep 19th, 2023


સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરુ થશે. આ પહેલા જૂના સંસદભવન પાસે તમામ સાંસદોનું ફોટોસેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણની નકલ સાથે નવી ઇમારતમાં પહોંચશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ જૂના બિલ્ડિંગના વિદાય સમારોહ પર સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું હતું.

વિદાય આપતા કહ્યું ગરિમા ઓછી ન થવી જોઈએ

આજે નવી સંસદ ભવનમાં આપણે બધા નવા ભવિષ્યના શ્રી ગણેશની કરવા જઈ રહ્યા છીએ. આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપી છે. અહીં 1947માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કર્યું હતું, આ સેન્ટ્રલ હોલ તેનો સાક્ષી રહ્યો છે. આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. વિદાય આપતા સમયે PM મોદીએ કહ્યું કે- આ સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ. તે માટે હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશે.

શાહબાનો કેસનો કર્યો ઉલ્લેખ 

સંસદને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શાહબાનો કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે- અહીં ચાર હજારથી વધુ કાયદા પસાર કરવામાં આવ્યા હતા. આ જ સંસદમાં મુસ્લિમ બહેનો અને દીકરીઓની ન્યાયની રાહ હતી તે શાહબાનો કેસને કારણે ગાડી અલગ પાટા પર જતી રહી હતી. આ સંસદે આપણીએ ભૂલને સુધારી છે.    

1952 પછી, સેન્ટ્રલ હોલમાં વિશ્વના 41 રાજ્યોના વડાઓએ કર્યું સંબોધન કર્યું

PM મોદીએ જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં કહ્યું, ભારત હવે અટકવાનો નથી. આપણે જૂના કાયદામાંથી છૂટકારો મેળવીને નવા કાયદા તરફ આગળ વધી રહ્યા છીએ. સંસદમાં બનેલો દરેક કાયદો ભારતના નાગરિકો માટે હોવો જોઈએ. આપણે જે પણ સુધારા કરીએ તેમાં ભારતનો પણ સમાવેશ થવો જોઈએ. 1952 પછી, વિશ્વના લગભગ 41 રાજ્યોના વડાઓ સેન્ટ્રલ હોલમાં આવ્યા અને આપણા સંસદસભ્યોને સંબોધિત કર્યા. હિન્દુસ્તાન એક યુવા દેશ છે.


Gujarat
Worldcup 2023
English
Magazines