Get The App

PM મોદીએ 'ચોલા ડોરા' ડ્રેસ પહેરી કેદારનાથ મંદિરમાં કરી પૂજા

Updated: Oct 21st, 2022

GS TEAM

Google News
Google News
PM મોદીએ 'ચોલા ડોરા' ડ્રેસ પહેરી કેદારનાથ મંદિરમાં કરી પૂજા 1 - image


ઉત્તરાખંડ, તા. 21 ઓક્ટોબર 2022 શુક્રવાર

PM મોદી ઉત્તરાખંડના પ્રવાસે છે. જ્યાં તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ ભગવાન શિવનો રુદ્રાભિષેક પણ કર્યો. દરમિયાન પીએમ મોદી એક ખાસ ડ્રેસમાં જોવા મળ્યા. જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો તે હિમાચલનો ખાસ 'ચોલા ડોરા' ડ્રેસ છે. જેને તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપ્યો હતો. 

PM મોદીએ 'ચોલા ડોરા' ડ્રેસ પહેરી કેદારનાથ મંદિરમાં કરી પૂજા 2 - image

પીએમ મોદી હિમાચલના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને એક મહિલાએ ખાસ 'ચોલા ડોરા' ડ્રેસ ભેટમાં આપ્યો હતો. જેને હિમાચલના ચંબામાં રહેતા મહિલાએ હાથથી બનાવ્યો છે. જેની પર ખૂબ સરસ હસ્તકલા છે.

Tags :