| (AI IMAGE) |
Indian Political leaders New Year messages: નવા વર્ષની સવાર દેશ માટે નવી આશાઓ લઈને આવી છે. આ અવસરે ભારતના ટોચના રાજકીય નેતાઓએ સોશિયલ મીડિયા પર સંદેશા પાઠવીને 2026ને યાદગાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
પીએમ મોદી: 'સ્વસ્થ અને સમૃદ્ધ ભારતની કામના'
પીએમ મોદીએ 'X' પર પોસ્ટ કરીને દરેક નાગરિકના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. તેમણે લખ્યું, 'તમને સૌને 2026ની હાર્દિક શુભેચ્છાઓ! આગામી વર્ષ તમારા માટે સારી તબિયત અને સમૃદ્ધિ લઈને આવે. તમારા દરેક પ્રયાસોમાં સફળતા મળે અને તમામ કાર્યો પૂર્ણ થાય તેવી અભ્યર્થના. આપણા સમાજમાં શાંતિ અને સુખ જળવાઈ રહે તેવી પ્રાર્થના.'
રાહુલ ગાંધી: 'ખુશીઓ અને સફળતાનું વર્ષ રહે'
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા લખ્યું, 'તમને સૌને નવવર્ષની હાર્દિક શુભેચ્છાઓ. નવું વર્ષ તમારા જીવનમાં અઢળક ખુશીઓ, સારું સ્વાસ્થ્ય અને સફળતાઓ લઈને આવે. 'Wishing everyone a very Happy New Year 2026!'
અખિલેશ યાદવએ કરી નવા પ્રણની વાત
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે શાયરાના અંદાજમાં નવા સંકલ્પ પર ભાર મૂક્યો હતો. તેમણે લખ્યું, 'નવા વર્ષની નવી સવાર, આશાઓનો નવો ડેરો, ચાલો નવા રણ(મેદાન) માટે નવા પ્રણ લઈએ. નવો સંકલ્પ જ નવું ભવિષ્ય લાવે છે. આપણે બદલાઈશું તો બધું જ બદલાશે! નવ વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!'
આ પણ વાંચો: 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ, જાણો તમારો પગાર કેટલો વધી શકે?
રાજનાથ સિંહ: 'રાષ્ટ્ર નિર્માણ માટે કટિબદ્ધતા'
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભારતના ગૌરવ અને સુરક્ષાને સુદ્રઢ કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે 2026નું વર્ષ ભારતની સામુહિક શક્તિને વધુ મજબૂત બનાવશે. તેમણે આશા વ્યક્ત કરી કે નવા વર્ષમાં આપણે આત્મનિર્ભરતા અને એકતાની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં જોતરાઈશું.
જેપી નડ્ડા: 'દરેક પરિવારમાં સમૃદ્ધિ આવે'
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ દરેક ભારતીય પરિવાર માટે સુખ અને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલકામના કરી હતી. તેમણે આ વર્ષને વિકાસ અને સકારાત્મકતાનું વર્ષ ગણાવ્યું હતું.


