ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી, ભારતીય વડાપ્રધાનની પહેલી ઐતિહાસિક યાત્રા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Croatia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ પૂર્ણ કર્યા બાદ ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ક્રોએશિયા પહોંચ્યા છે. આ સાથે પ્રથમ વખત ભારતના કોઈ વડાપ્રધાને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી છે. PM મોદી ક્રોએશિયાના વડાપ્રધાન આંદ્રેજ પ્લેંકોવિચ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને રાષ્ટ્રપ્રમુખ જોરાન મિલાનોવિચ સાથે પણ મુલાકાત કરશે. જે ભારત અને યુરોપિયન સંઘ સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાના સંકેત આપી રહી છે.
આ મુલાકાતે ભારત અને ક્રોએશિયા વચ્ચે વેપાર, ટૅક્નોલૉજી અને સાંસ્કૃતિક સંદર્ભે સંબંધો ગાઢ બને તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતને સમર્થન આપનારા દેશોને અભિવાદિત કરવા ત્રણ દેશોના પ્રવાસે છે. તેમની આ મુલાકાત ભારતના ક્રોએશિયા સાથે રાજકીય અને આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવશે. બંને દેશના વડાઓ વેપાર, ઇનોવેશન, ડિફેન્સ, પોર્ટ્સ, શિપિંગ, સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી, સાંસ્કૃતિક, અને રોજગાર ક્ષેત્રો પર દ્વિપક્ષીય સંબંધોને વિસ્તરીત કરે તેવા સંકેતો નિષ્ણાતો આપી રહ્યા છે.
કનાનાસ્કિસમાં 51મી G7 સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી પોતાના ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ક્રોએશિયા પહોંચ્યા હતા. આ પહેલાં તેઓ સાયપ્રસની મુલાકાતે હતા. જ્યાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધો ગાઢ કરવા મુદ્દે ચર્ચા કરી હતી.
આતંકવાદને સમર્થન આપનારા દેશો વિરુદ્ધ કાર્યવાહની માગ
કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે આતંકવાદને સમર્થન આપનારા દેશો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે પહલગામ આતંકી હુમલાને માનવતા પર હુમલા સમાન ગણાવ્યો હતો. PM મોદીએ કહ્યું હતુ કે, વૈશ્વિક મંચ પર ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની અસ્થિરતાઓ અને સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા દેશોની ચિંતાનો સવાલ ઉઠાવી રહ્યું છે.








