'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
PM Modi Postponed Foreign Trip After Operation Sindoor: ભારતની સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને PoKના 9 આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં 100થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં તેમણે પોતાના ત્રણ દેશની મુલાકાત હાલ મોકૂફ કરી દીધી છે.
ત્રણ દેશોની યાત્રા કરાઈ મોકૂફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની યાત્રા હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ ત્રણ યુરોપિયન દેશોમાં તેઓ અનેક દ્વિપક્ષીય વાર્તા અને બેઠકોમાં ભાગ લેવાના હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મહત્ત્વના સમયને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કરી એર સ્ટ્રાઇક
ભારતીય સેના જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાને નિશાનો બનાવ્યો હતો, ત્યારે વડા પ્રધાન મોદી સતત આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ હુમલામાં ભારતીય થળસેના, નૌસેના અને વાયુસેનાની ત્રણ સેનાઓની સટીક હુમલો કરનારી હથિયાર પ્રણાલીનો ઉપયોગ કરાયો હતો. ભારત દ્વારા તમામ 9 ઠેકાણા પર સ્ટ્રાઇક સટીક અને સફળ રહી છે.
આ પણ વાંચોઃ 'ઓપરેશન સિંદૂર' બાદ આવતીકાલે સર્વપક્ષીય બેઠક, રાજનાથ સિંહ કરશે અધ્યક્ષતા
કલ્પના બહારની સજા આપવામાં આવશે
પહલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટરૂપે કહ્યું હતું કે, આતંકીઓ અને તેમના આકાઓને એવી સજા મળશે જેની તેમણે કલ્પના પણ ન કરી હોય.'