Get The App

પ્રયાગમાં મહાકુંભમાં સ્નાન કર્યા પછી કાશી વિશ્વનાથના દર્શન કરવા છે? જાણો નવા નિયમો

Updated: Jan 14th, 2025


Google News
Google News
Kashi Vishwanath Temple New Rules


Kashi Vishwanath Temple New Rules: સંગમ નગરી પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. મહાકુંભની શરુઆત બાદ કાશીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, જો તમે પણ મહાકુંભમાં સ્નાન કર્યા પછી કાશી વિશ્વનાથ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ માહિતી તમને ઉપયોગી થશે. કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને મહાકુંભને લઈને કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો લાગુ કર્યા છે. જે અંતર્ગત સમગ્ર મહાકુંભ દરમિયાન સ્પર્શ દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વભૂષણ મિશ્રાએ જણાવ્યું કે, 'પ્રયાગ મહાકુંભ-2025નો ભાગ બનવા માટે ઘણા શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. જે અંતર્ગત મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા છે.'

ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ

આ ફેરફારો હેઠળ, પ્રયાગ મહાકુંભ-2025 દરમિયાન એટલે કે 13 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત મંગળા આરતી સિવાયની અન્ય તમામ આરતી દરમિયાન ભક્તો બાબા વિશ્વનાથની ઝાંખી જોઈ શકશે એટલું જ નહીં, મંદિર ટ્રસ્ટે મંગળા આરતી સિવાય અન્ય તમામ આરતીઓની ટિકિટનું વેચાણ પણ બંધ કરી દીધું છે.

આ પણ વાંચો: ઝાંસી રેલવે સ્ટેશનમાં ટ્રેનનું પ્લેટફોર્મ બદલાતા નાસભાગ, મહાકુંભ આવતા મુસાફરો પાટા પર પટકાયા

VIP દર્શનનો સમય પણ ફિક્સ કર્યો 

આ ઉપરાંત VIP દર્શન માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. માત્ર બપોરે 2થી 4 વાગ્યા સુધી જ VIP લોકોને દર્શન આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પણ સ્પર્શ દર્શન પર પ્રતિબંધ રહેશે. વિશ્વભૂષણ મિશ્રાએ કહ્યું કે, 'ભક્તોની ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અન્ય નિર્ણયો લેશે. જેમાં નિયમોમાં છૂટછાટ આપવાની પણ જોગવાઈ છે.'

પ્રયાગમાં મહાકુંભમાં સ્નાન કર્યા પછી કાશી વિશ્વનાથના દર્શન કરવા છે? જાણો નવા નિયમો 2 - image


Tags :
maha-kumbh-2025kashi-vishwanathkashi-vishwanath-temple-guidelines

Google News
Google News