'માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી', ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન
Pawan Kalyan On Language Controversy : હૈદરાબાદના ગાચચિબોવલી સ્થિત જેએમસી બાલયોગી સ્ટેડિયમમાં રાજ્ય ભાષા વિભાગના સ્વર્ણ જયંતી સમારોહમાં આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે હિન્દી ભાષાને અપનાવાની આવશ્યક્તા પર જોર આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'હિન્દીનો પ્રભાવ શિક્ષણ, રોજગારી અને વ્યવસાયના ક્ષેત્રમાં સતત વધતો રહ્યો છે. એટલાં માટે તેનો આંધળો વિરોધ કરવો યોગ્ય નથી.' તેમણે લોકોને ભાષા વિશે સંકુચિત વિચાર છોડીને પ્રગતિ તરફ આગળ વધવા હાકલ કરી છે.
પવન કલ્યાણે શું કહ્યું?
પવન કલ્યાણે કહ્યું કે, 'આપણે વિદેશ જઈને ત્યાંની ભાષા શીખીએ છીએ, તો હિન્દીથી એટલો ડર કેમ છે. અંગ્રેજીમાં સહજતાથી વાતો કરીએ છીએ, પરંતુ હિન્દી બોલવામાં ખચકાટ કેમ.' તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'તેમણે તમિલ હોવા છતાં હિન્દીથી પ્રેમ કરતા હતા.'
'માતૃભાષા માતા જેવી છે, તો હિન્દી આપણી દાદી જેવી...'
તેમણે કહ્યું કે, 'આપણે સાંસ્કૃતિક ગૌરવને ભાષાકીય કટ્ટરતા સાથે ન જોડવું જોઈએ. માતૃભાષા માતા જેવી છે, તો હિન્દી આપણી દાદી જેવી છે. બીજી ભાષા અપનાવવાથી આપણી ઓળખ ખતમ થતી નથી, પણ આપણને એક સાથે આગળ વધવાની તક આપે છે.'
હિન્દીનો અસ્વીકાર ભવિષ્ય માટે ખતરો
પવન કલ્યાણે ભાષાને રાજકીય નહીં પણ આગળની પેઢીના હિતમાં વિચારવા પર અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 'હિન્દીને નકરાવી એ ભવિષ્યના અવસરોના દરવાજા બંધ કરવા જેવુ છે. હિન્દીને અપનાવાથી રોજગારી અને શિક્ષણ ક્ષેત્રના નવા રસ્તાઓ ખુલશે.'
આ પણ વાંચો: ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ
તાજેતરમાં આંધ્ર પ્રદેશ સરકારે હિન્દીને સ્કૂલમાં વૈકલ્પિક વિષય તરીકે પ્રોત્સાહન આપવાની યોજનાની ઘોષણ કરી છે. પવન કલ્યાણે આ પહેલનું સમર્થન કરતાં કહ્યું કે, 'આનાથી યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવશે. સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે હિન્દી શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવાનું વિચારી રહી છે.' તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી કે, તમે ભાષાને વિભાજનનું નહીં, એકતાનું માધ્યમ બનાવવી જોઈએ.