Get The App

ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ 1 - image


Bihar Election-2025 : મતદાર યાદીમાં સુધારણા માટે ચૂંટણી પંચના વિશેષ સઘન પુનઃપરીક્ષણ (એસઆઈઆર) અભિયાન મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓએ કહ્યું કે, ‘ભાજપ મહારાષ્ટ્રની જેમ બિહારની આગામી વિધાનસભા ચૂંટણી ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે, જોકે ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેશે.

અમારું ગઠબંધન ભાજપને ચૂંટણી ચોરી કરતા અટકાવશે : રાહુલ ગાંધી

ખડગે અને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ઓડિશાના ભુવનેશ્વરમાં ‘સંવિધાન બચાવો સમાવેશ’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. રાહુલે કહ્યું કે, ‘મહારાષ્ટ્રની જેમ બિહારમાં પણ ચૂંટણી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ (BJP) દેશભરમાં અમારા બંધારણ પર હુમલો કરી રહી છે. અમારા ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A. Alliance)ના સાથી પક્ષોએ બિહારમાં ભાજપને ચૂંટણી ચોરી કરતા અટકાવવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચ ભાજપના હિતમાં કામ કરી રહ્યું છે, તેઓ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા નથી.’

ભાજપે 85 લાખ મત બદલી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી : ખડગે

મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Kharge)એ મતદાર યાદી વિશેષ સઘન પુનઃપરીક્ષણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘લોકોના મતદાન અધિકારને છિનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં જે સરકાર બનાવાઈ છે, તે ચોરીથી અને ચોરોની સરકાર છે. ભાજપે મહારાષ્ટ્રમાં 85 લાખ વોટ બદલીને સરકાર બનાવી છે. આજે આવો જ પ્રયાસ બિહારમાં થઈ રહ્યો છે. બિહારમાં સાત કરોડ મતદારોમાંથી બે કરોડ મતદારોના નામ મતદાર યાદી (Voter List)માંથી કાઢી નખાયા છે. શું સત્તામાં આવા લોકો જોઈએ? શું આવી રીતે લોકશાહી બચશે? 

આ પણ વાંચો : નોટો ભરેલું બેગ, સિગારેટનો કશ... ફડણવીસ સરકારના મંત્રી ફસાયા

Tags :