Get The App

RAWના વડા તરીકે પરાગ જૈનની નિમણૂક, ઓપરેશન સિંદૂરમાં હતી મહત્ત્વની ભૂમિકા

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
RAWના વડા તરીકે પરાગ જૈનની નિમણૂક, ઓપરેશન સિંદૂરમાં હતી મહત્ત્વની ભૂમિકા 1 - image

Image: X 



Raw New Chief: ભારતીય ગુપ્ત એજન્સી રૉના નવા બૉસ મળી ગયા છે. રિસર્ચ એનલિસિસ વિંગ (રૉ)ના નવા ચીફ પરાગ જૈનને બનાવવામાં આવ્યા છે. પરાગ જૈન પંજાબ કેડરના 1889 બેચના IPS ઓફિસર છે. રૉ ચીફ તરીકે તેમનો કાર્યકાળ બે વર્ષનો હશે. તે રવિ સિન્હાની જગ્યા લેશે, જેનો કાર્યકાળ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. પરાગ જૈન હાલ એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમને પાકિસ્તાનના મામલે નિષ્ણાંત માનવામાં આવે છે.

RAWના વડા તરીકે પરાગ જૈનની નિમણૂક, ઓપરેશન સિંદૂરમાં હતી મહત્ત્વની ભૂમિકા 2 - image

આ પણ વાંચોઃ જે અગ્નિવીર વીરતા પુરસ્કાર જીતશે તેને 2 કરોડનું ઈનામ આપીશું, હરિયાણા સરકારની જાહેરાત

ઓપરેશન સિંદૂર દરમિયાન મહત્ત્વની કામગીરી

એવિએશન રિસર્ચ સેન્ટરે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર દળો સામે ગુપ્ત જાણકારી એકઠી કરી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જૈન પહેલાં ચંડીગઢના એસએસપી રહી ચુક્યા છે અને કેનેડા તેમજ શ્રીલંકામાં પણ ભારતીય પ્રતિનિધિના રૂપે પણ સેવાઓ આપી ચુક્યા છે. પરાગ જૈનને જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમણે સંઘર્ષગ્રસ્ત કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકવાદ વિરોધી વ્યૂહનીતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સોમવારે (30 જૂન) તેમણે પોતાનો પદ સંભાળશે.


આ પણ વાંચોઃ દેવી ગુંડિચા કોણ છે જેમને ભગવાનની માસી કહેવાય છે... તેમના ધામ સુધી રથ પર પહોંચે છે જગન્નાથ સ્વામી

ક્યારે અસ્તિત્વામાં આવ્યું રૉ?

રૉની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના દિવસે થઈ હતી. આ સંસ્થાના પહેલા ચીફ આર.એન કાવ હતા. રૉનું સૌથી મુખ્ય કામ એ જાણકારી મેળવવાનું હોય છે કે, ભારત સામે વિદેશમાં કોઈ કાવતરૂ તો નથી ઘડવામાં આવી રહ્યું ને? આ સિવાય તે ગુપ્ત મિશનને અંજામ આપે છે. રૉના પ્રભારી ખુદ વડાપ્રધાન હોય છે. રૉ ચીફ પોતાનો ડેઇલી રિપોર્ટ સિક્યોરિટી એડવાઇઝરને આપે છે. 

Tags :