Get The App

પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી 1 - image


Punjab Police Arrested Pakistani Spy: ભારત-પાકિસ્તાનની તંગદિલી વચ્ચે દેશમાં આતંકવાદ વિરોધી તપાસ અને જાસૂસોને પકડવાની કવાયત મોટાપાયે હાથ ધરાઈ છે. જેમાં પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ પંજાબ પાસેથી મળેલી સૂચનાના આધારે તરનતારન પોલીસે એક સંયુક્ત અભિયાનમાં ગગનદીપ સિંહ ઉર્ફ ગગન નામના શખ્સની ધરપકડ કરી છે. 

મળેલી માહિતી અનુસાર, ધરપકડ કરવામાં આવેલો આરોપી ગગન પાકિસ્તાન ISI અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની ગતિવિધિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી આપતો હતો. તે સેનામાં તૈનાતી, સેના સંબંધિત ગતિવિધિઓ અને અન્ય ગુપ્ત માહિતી પણ પાકિસ્તાનના ISI સુધી પહોંચાડતો હતો. 

ખાલિસ્તાનના સમર્થનમાં પણ આરોપી

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગગનદીપ સિંહ છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. જેના માધ્યમથી પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ ઑફિસર્સને મળ્યો હતો અને પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરતો હતો. ગગનદીપને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઑફિસર્સ પાસેથી પૈસા પણ મળતા હતા.

આ પણ વાંચોઃ BIG NEWS: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ટ્રેડ ડીલ, કોમર્સ સેક્રેટરીએ કહ્યું- હું ભારતનો મોટો ફેન



20થી વધુ ISIના સંપર્કમાં

ગગનદીપ PIOને ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલતો હતો. જેના માટે એક મોબાઇલ ફોન આપવામાં આવ્યો હતો. તે 20થી વધુ ISIના સંપર્કમાં હતો. પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ તરનતારન પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું.

પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી 2 - image

Tags :