Get The App

BIG NEWS: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ટ્રેડ ડીલ, કોમર્સ સેક્રેટરીએ કહ્યું- હું ભારતનો મોટો ફેન

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ટ્રેડ ડીલ, કોમર્સ સેક્રેટરીએ કહ્યું- હું ભારતનો મોટો ફેન 1 - image


INDIA-US Trade Deal: વોશિંગ્ટન ડીસીમાં આયોજિત US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં અમેરિકાના કોમર્સ સેક્રેટરી લુટનિકે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થતાં સંબંધો વચ્ચે ખૂલીને વાત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા અને જનાદેશનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'ટ્રમ્પ અમેરિકાના એકમાત્ર એવા નેતા છે, જેમને આખા દેશે પસંદ કર્યા અને ભારતમાં વડાપ્રધાન મોદીની સ્થિતિ પણ એવી જ છે. દુનિયામાં આવા નેતા ખૂબ ઓછા છે, જેમને આખા દેશનો જનાદેશ મળતો હોય. આ વાત બંનેના સંબંધને ખાસ અને દુર્લભ બનાવે છે. આ મજબૂત સંબંધ વેપાર કરારના રૂપે એક સકારાત્મક શરુઆત છે. જ્યારે સંબંધ મજબૂત હોય તો વેપાર કરારનો રસ્તો સરળ બની જાય છે.'

ભારત વેપાર કરાર માટે સક્રિય

હૉવર્ડ લુટનિકે કહ્યું કે, 'વેપાર કરારમાં સામાન્ય રીતે વર્ષો લાગે છે, પરંતુ ભારત આ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પહેલા પગલું ભરનાર દેશને હંમેશા સારી ડીલ મળે છે. ભારત આ દિશામાં સક્રિય છે અને અમને આશા છે કે, જલ્દી એક એવો કરાર થઈ શકે છે જે બંને દેશો માટે ફાયદાકારક હોય.'

આ પણ વાંચોઃ મારા બાળકોએ PM મોદીને દાદા માની લીધા, ભારતની યાત્રા યાદગાર: ઉષા વેન્સે વર્ણવ્યો અનુભવ

'હું ભારતનો ફેન છું'

લુટનિકે ભારત પ્રતિ પોતાના ખાનગી લગાવને શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, 'હું ભારતનો ખૂબ મોટો પ્રશંસક છું. મારા સારા મિત્રોમાં નિકેશ અરોરા છે, જે ભારતીય છે. જ્યારે હું ભારત જાઉં તો અમે ક્રિકેટ રમતા હતા, ઘરોમાં પાર્ટી કરતા હતા, એક અલગ જ અનુભવ હતો.'

આ પણ વાંચોઃ યુક્રેનના ‘સ્પાઈડર્સ વેબ’ ઓપરેશને દુનિયાને યાદ અપાવી ‘ટ્રોજન હોર્સ યુદ્ધ’ની, આ યુદ્ધ કળામાં ભારતે શું શીખવા જેવું છે

મિત્ર દેશોને આપવા ઇચ્છીએ છીએ બહેતરીન ચિપ્સ

AI અને ટેક્નિકલ સહયોગ પર વાત કરતાં લુટનિકે કહ્યું કે, 'ટ્રમ્પ પ્રશાસન સહયોગીને સાથે લઈને ચાલવાનો વિચાર રાખે છે. અમે અમારા બહેતરીન ચિપ્સ પોતાના મિત્ર દેશોને આપવા ઇચ્છીએ છીએ, પરંતુ શરત એ છે કે, તે ખોટા હાથમાં ન જાય. જો ભારત વિશાળ ડેટા સેન્ટર્સ બનાવવા ઇચ્છે છે અને AI ક્રાન્તિમાં ભાગીદાર બનવા ઇચ્છે છે, તો અમે તેના માટે તૈયાર છીએ. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનો વિચાર છે કે, 'અમેરિકા ફર્સ્ટ' પરંતુ ફક્ત અમેરિકા નહીં. પહેલા પોતાના દેશને મજબૂત બનાવવાનો છે, બાદમાં પોતાના સહયોગીનું ધ્યાન રાખવું છે. ભારતને લઈને તેમના મનમાં એક સન્માન છે. અમે ભારત સાથે એક મહાન ભાગીદારી તરફ આગળ વધી રહ્યા છીએ.


Tags :