Get The App

પાકિસ્તાની હુમલાનો જડબાતોડ જવાબ, ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યા

Updated: May 8th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની હુમલાનો જડબાતોડ જવાબ, ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યા 1 - image

Operation Sindoor : ભારત-પાકિસ્તાનની સરહદ પર ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. સેના પાકિસ્તાનના ડ્રોન હુમલાનો પણ સતત જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાને આજે જમ્મુ સ્થિત એરસ્ટ્રીપ પર રૉકેટ ઝિંકવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાની સિસ્ટમે તેને સંપૂર્ણ નિષ્ફળ બનાવી છે.

પાકિસ્તાનની 8 મિસાઇલો હવામાં જ નષ્ટ

મળતા અહેવાલો મુજબ, ભારતીય સેનાએ અત્યાધુનિક એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી તુરંત કાર્યવાહી કરીને પાકિસ્તાનની 8 મિસાઇલ હવામાં જ નષ્ટ કરી નાંખી છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને જમ્મુ એરસ્ટ્રીપ પર મિસાઇલ ઝિંકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સેનાએ વળતો જવાબ આપીને નુકસાન ટાળ્યું છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક ડ્રોન તોડ્યા

સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદમાં સતત ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કે. જી. ટૉપ વિસ્તારમાં પણ ડ્રોન જોવા મળ્યા હતા. જોકે સેનાએ આ તમામ ડ્રોન તોડી પાડી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

આ પણ વાંચો : 'ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો', વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ