Get The App

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
Naxal Encounter


(AI IMAGE)

Naxal Encounter: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષાદળોએ સુકમા અને બીજાપુર જિલ્લામાં આ ઓપરેશન પાર પાડ્યું હતું.

સુકમા અને બીજાપુરમાં એન્કાઉન્ટર

પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે, શનિવારે વહેલી સવારે સુકમા જિલ્લામાં થયેલી અથડામણમાં 10થી વધુ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ સાથે જ, પડોશી બીજાપુર જિલ્લામાં પણ સુરક્ષાદળોએ બે નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા

એન્ટી-નક્સલ ઓપરેશન દરમિયાન ફાયરિંગ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુકમા જિલ્લાના દક્ષિણ વિસ્તારના જંગલોમાં નક્સલ વિરોધી અભિયાન હેઠળ સુરક્ષાકર્મીઓની એક ટીમ સર્ચ ઓપરેશન પર હતી. આ દરમિયાન જંગલમાં છુપાયેલા નક્સલીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ આક્રમક પ્રહાર કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નક્સલીઓ માર્યા ગયા છે. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં વધારાની ટીમ મોકલી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાના અહેવાલ છે.

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર 2 - image