BIG NEWS | લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

No Confidence Motion: વિપક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર,વિપક્ષ નેતાઓએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. જો વિપક્ષને સંસદમાં બોલવાની મંજૂરી નહીં મળે તો તે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
આજે લોકસભામાં વિપક્ષનો ભારે હોબાળા
સૂત્રોના જણાવ્યાનુસાર,વિપક્ષનો દાવો છે કે રાહુલ ગાંધી સાંસદોના સસ્પેન્શન અને મહિલા સાંસદો પરના આરોપો પર લોકસભામાં બોલવા માંગતા હતા. તે બોલવાની મંજૂરી માંગી રહ્યા હતા. સોમવારે સવારે (નવમી ફેબ્રુઆરી) લોકસભામાં વિપક્ષના હોબાળા બાદ સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આસામના સીએમ સામે કાર્યવાહીની માંગ
વિપક્ષી સાંસદોએ પણ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સામે કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે, 'મુખ્યમંત્રી તરીકે હિમંતા બિસ્વા શર્મા આવા વીડિયો બનાવે છે, જેને આસામ ભાજપ પોસ્ટ કરે છે અને તેને ડિલીટ કરાવી દે છે. વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.'









