ઓપરેશન સિંદૂર પહેલા ભારતે પાકિસ્તાન સામે કયા ઓપરેશન હાથ ધર્યા હતા? જુઓ સંપૂર્ણ યાદી
Operation Sindoor: ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી છઠ્ઠી મેની મોડી રાત્રે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે.
આ ઠેકાણા પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. જો કે અ પહેલીવાર નથી કે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હોય, આવા કિસ્સાઓ પહેલા પણ બન્યા છે. તેના વિષે જાણીએ.
ઓપરેશન વિજય
ભારતીય સેનાએ કારગીલ પહાડીઓને દુશ્મનોથી મુક્ત કરાવવા માટે 26 મે 1999 ના રોજ ઓપરેશન વિજય શરૂ કર્યું. બંને દેશો વચ્ચે લગભગ 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું અને 14 જુલાઈ 1999 ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન વિજયને સફળ જાહેર કર્યું.
ઓપરેશન મેઘદૂત
13 એપ્રિલ 1984ના રોજ, ભારતીય વાયુસેનાએ ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય વિશ્વના સૌથી મુશ્કેલ વિસ્તારોમાંના એક સિયાચીન ગ્લેશિયર પર નિયંત્રણ સ્થાપિત કરવાનો હતો.
ઓપરેશન પરાક્રમ
વર્ષ 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલા પછી, સેનાએ ડિસેમ્બરમાં ઓપરેશન પરાક્રમ શરૂ કર્યું. બંને દેશો વચ્ચે યુદ્ધ ન થયું હોવા છતાં, ભારત-પાકિસ્તાન સરહદ પર હજારો સૈનિકો તૈનાત હતા.
આ પણ વાંચો: પ્રવીણ સૂદ જ રહેશે CBIના ડિરેક્ટર, કેન્દ્ર સરકારે એક વર્ષ લંબાવ્યો કાર્યકાળ
સર્જિકલ સ્ટ્રાઈક
28 સપ્ટેમ્બર, 2016ના રોજ કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી લોન્ચપેડનો નાશ કરવાનો હતો.
બાલાકોટ એર સ્ટ્રાઈક
14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા હુમલા પછી ભારતે બદલો લેવા માટે બાલાકોટ હવાઈ હુમલો કર્યો. જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો.