પ્રવીણ સૂદ જ રહેશે CBIના ડિરેક્ટર, કેન્દ્ર સરકારે એક વર્ષ લંબાવ્યો કાર્યકાળ
કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદનો એક વર્ષનો કાર્યકાળ લંબાવાયો છે. કારણ કે, આ પદ માટે નવી નિમણૂક કરવા માટે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થોડા દિવસો અગાઉ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેલ થયા હતા. આ બેઠકમાં કેટલાક વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામો પર વિચાર-વિમર્શ કરાયો હતો. જોકે, તેમાંથી કોઈ પર સહમતિ નથી બની શકી, જ્યારબાદ કેન્દ્ર સરકારે હાલના CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવ્યો છે.