India

ઓપરેશન સિંદૂર 2.0 કેટલું ઘાતક હશે? લેફ્ટનન્ટ જનરલની ચેતવણી સાંભળી ફફડી જશે પાકિસ્તાન

By GS TEAM
14 Oct 20252 mins read
TukuTouch Logo
ભારતીય સેનાની પશ્ચિમી કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારે પાકિસ્તાનને ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર 2.0 અગાઉના ઓપરેશનથી વધુ ખતરનાક અને શક્તિશાળી હશે. પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી, પરંતુ તે પહલગામ જેવી કાયરતાવાળી હરકતો ફરીથી કરવાનો પ્રયાસ કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપરેશન સિંદૂર 2.0 કેટલું ઘાતક હશે? લેફ્ટનન્ટ જનરલની ચેતવણી સાંભળી ફફડી જશે પાકિસ્તાન

Lt General Manoj Kumar Katiyar Warns Pakistan : ભારતીય સેનાની પશ્ચિમી કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારે પાકિસ્તાનને ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર 2.0 અગાઉના ઓપરેશનથી વધુ ખતરનાક અને શક્તિશાળી હશે. પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી, પરંતુ તે પહલગામ જેવી કાયરતાવાળી હરકતો ફરીથી કરવાનો પ્રયાસ કરી શકે છે.

પાકિસ્તાન ફરી નાપાક હરકત કરશે તો ભયાનક જવાબ આપીશું : કટિયાર

પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાનની આવી કોઈ પણ નાપાક હરકતના જવાબમાં ઓપરેશન સિંદૂર 2.0 પહેલેથી પણ વધારે ઘાતક અને શક્તિશાળી હશે. આ વખતે જે કાર્યવાહી થશે તે પહેલાં કરતાં પણ વધારે ભયાનક હશે. તેમાં કોઈ શંકા નથી. અગાઉના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનની અનેક ચોકીઓ અને એરબેઝ નષ્ટ કરી દીધા હતા, પરંતુ તેઓ ફરી કોઈ ષડયંત્ર રચી શકે છે. આપણે સાવધાન રહેવું પડશે અને અમે સંપૂર્ણ તૈયાર છીએ.’

‘ભારતીય સેના સંપૂર્ણપણે સતર્ક’

જનરલ કટિયારે પૂર્વ સૈનિકોને સંબોધતાં કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ભારતનો સીધો સામનો કરવાની હિંમત નથી. ભારતીય સેના સંપૂર્ણપણે સતર્ક છે અને કોઈપણ હુમલાને નિષ્ફળ કરવા માટે તૈયાર છે. જ્યાં સુધી પાકિસ્તાન સુધરશે નહીં, ત્યાં સુધી આવી હરકતો ચાલુ રહેશે, પરંતુ ભારતીય સેના દરેક મોરચે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આ માટે આપણને પૂર્વ સૈનિકો અને જનતાના સહયોગની જરૂર છે.’

આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 10થી 12ના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના