Get The App

'નોકરી આપો તો લોકોનું પેટ ભરાશે, હિન્દુ-મુસ્લિમ કરવાથી નહીં', હલાલ પ્રોડક્ટ્સ બૅન પર તેજસ્વી ભડક્યાં

ગિરિરાજ સિંહે નીતીશ કુમારને પત્ર લખી યુપીની જેમ બિહારમાં હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટ્સના વેચાણ પર બૅન મૂકવાની માગ કરી હતી

તેજસ્વી યાદવે કહ્યું કે મંદિર-મસ્જિદ કરવા કે મંદિરમાં ઘંટ વગાડવાથી કોઈ ફેર નહીં પડે, વિકાસ કરવો પડશે

Updated: Nov 23rd, 2023

GS TEAM


Google News
Google News
'નોકરી આપો તો લોકોનું પેટ ભરાશે, હિન્દુ-મુસ્લિમ કરવાથી નહીં', હલાલ પ્રોડક્ટ્સ બૅન પર તેજસ્વી ભડક્યાં 1 - image

image  : IANS



Tejaswi yadav on halal Products | કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહના યુપીની જેમ બિહારમાં પણ હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની માગ પર બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપના લોકોએ સારી રીતે સમજી લેવું જોઇએ કે લોકોનું પેટ નોકરી આપવાથી ભરાશે, વિકાસ કરવાથી ભરાશે, મસ્જિદ-મંદિર કરવા કે મંદિરમાં ઘંટ વગાડવાથી કંઇ ફેર પડવાનો નથી. 

ભાજપ પર તાક્યું નિશાન 

પટણામાં જ્યારે પત્રકારોએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના મુખ્યમંત્રીને પત્ર લખવાના સંબંધમાં પૂછ્યું તો તેજસ્વીએ કહ્યું કે આ લોકો ફક્ત હિન્દુ-મુસ્લિમ કરે છે. તેમના અને અમારામાં આ જ તફાવત છે. અમે લોકો રોજગાર આપવાની વાત કરીએ છીએ અને વિકાસની વાત કરીએ છીએ તો એ લોકો હિન્દુ-મુસ્લિમ અને મંદિર-મસ્જિદની જ વાતો કર્યા કરે છે.

ફક્ત હિન્દુ-મુસ્લિમ પર રાજનીતિ કરે છે ભાજપ 

તેમણે કહ્યું કે આ લોકો બસ હિન્દુ મુસ્લિમ પર રાજનીતિ કરે છે. નોકરી મેળવવા માટે યુપીના લોકો બિહાર આવી રહ્યા છે. ખરેખર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારમાં પણ હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટ્સ પર બેન મૂકવાની માગ કરતાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો હતો. 

'નોકરી આપો તો લોકોનું પેટ ભરાશે, હિન્દુ-મુસ્લિમ કરવાથી નહીં', હલાલ પ્રોડક્ટ્સ બૅન પર તેજસ્વી ભડક્યાં 2 - image

Tags :