India

IPL ક્રિકેટર પર કર્મચારીને ઢોર માર મારવાનો આરોપ, રૌફ જમાવતા કહ્યું- SP અમારા ત્યાં ઝાડુ મારે છે

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
ભોપાલમાં IPL ક્રિકેટર શશાંક સિંહ અને નિવૃત્ત સ્પેશિયલ DG પિતા શૈલેષ સિંહ વિરુદ્ધ કેસ નોંધાયો છે. પોતાના બંગલામાં કામ કરતા કર્મચારી સાથે મારપીટ અને ગેરવર્તણૂક કરવાના આરોપસર પોલીસે 24 કલાકમાં FIR નોંધી. પીડિતે કાયમી નોકરીના બહાને બોલાવી, આખો દિવસ ઊભો રાખી કામ કરાવવા અને મોબાઈલ છીનવી માર માર્યાનો દાવો કર્યો. શશાંક, પિતા અને ડ્રાઈવરે હુમલો કર્યો, બહેને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL ક્રિકેટર પર કર્મચારીને ઢોર માર મારવાનો આરોપ, રૌફ જમાવતા કહ્યું- SP અમારા ત્યાં ઝાડુ મારે છે
ક્રિકેટર શશાંક સિંહ ( IANS )

IPL Cricketer Shashank Singh and Retired Special DG Father Booked For Assaulting Employee : મધ્યપ્રદેશના ભોપાલમાં આઈપીએલમાં રમી ચૂકેલા જાણીતા ક્રિકેટર શશાંક સિંહ અને તેમના પિતા શૈલેષ સિંહ, જેઓ નિવૃત્ત સ્પેશિયલ ડીજી છે, તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ભોપાલ પોલીસે આ બંને વિરુદ્ધ પોતાના જ બંગલામાં કામ કરતા એક કર્મચારી સાથે મારપીટ અને ગેરવર્તણૂક કરવાના ગંભીર આરોપ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં ફરિયાદ મળ્યાના 24 કલાક બાદ પોલીસે FIR નોંધી છે.

મને નોકરીની લાલચ આપીને બોલાવાયો હતો: પીડિતની આપવીતી

આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પીડિત કર્મચારી એ જણાવ્યું છે કે, મને અહીં કામ માટે મોકલવામાં આવ્યો હતો. મને એવું કહેવામાં આવ્યું હતું કે જો હું ત્યાં કામ કરીશ તો મને કાયમી નોકરી મળી જશે. પરંતુ હું જેવો બંગલાની અંદર ગયો, મને આખો દિવસ ઊભો રાખવામાં આવતો અને જે પણ કહેવામાં આવે તે બધું જ કામ કરાવતા હતા. જો હું કામ ન કરું તો મને ગાળો દેવામાં આવતી હતી. તેઓ મારી સાથે ખૂબ જ અપમાનજનક રીતે વાત કરતા હતા. તેઓ પોતે ગુંડા જેવું વર્તન કરી રહ્યા હતા અને ઉલટાનું મારા પર જ ગુંડા હોવાનો આરોપ લગાવતા હતા. તેમણે મારો મોબાઈલ ફોન પણ 3 દિવસ સુધી પોતાની પાસે રાખ્યો હતો. તેઓ દરરોજ મારી સાથે ગેરવર્તન કરતા હતા અને મને ખરાબ રીતે માર મારતા હતા.

શશાંક સિંહ અને તેના પિતાએ મને માર્યો, બહેને જાનથી મારી નાંખવાની ધમકી આપી

પીડિત કર્મચારીએ આ ઘટના પાછળના મુખ્ય ચહેરાઓ અને તેમની ક્રૂરતાનો ખુલાસો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકે આપવીતી જણાવતા કહ્યું છે કે, શશાંક સિંહ, તેમના પિતા અને તેમના ડ્રાઈવરે મળીને મારા પર હુમલો કર્યો હતો. એટલામાં જ ત્યાં શશાંકની બહેન આવી અને કહ્યું કે, ‘આને જાનથી મારી નાખો.’ હું ત્યાં માત્ર હાથ જોડીને ઊભો રહ્યો હતો અને વિનંતી કરતો હતો, પણ તેઓ કોઈનું સાંભળવા તૈયાર નહોતા.

પીડિતના જણાવ્યા મુજબ, આરોપી ક્રિકેટર અને તેના પિતાએ રૌફ જમાવતા કહ્યું હતું કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ તેમની સામે નમતા હતા અને SP કક્ષાના અધિકારી તો તેમના ત્યાં કચરા પોતું કરવા આવતા હતા.

આ હાઈ-પ્રોફાઈલ મામલામાં હજુ સુધી શશાંક સિંહ કે તેમના પિતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ભોપાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.