Get The App

એક વર્ષમાં ભારતે 8, ચીને 100 પરમાણુ બોમ્બ બનાવ્યા, જાણો ટોચ પર કયો દેશ

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
એક વર્ષમાં ભારતે 8, ચીને 100 પરમાણુ બોમ્બ બનાવ્યા, જાણો ટોચ પર કયો દેશ 1 - image


Nuclear Weapons: વિશ્વમાં પરમાણુ હથિયારો બનાવવાની હોડ લાગી છે. આ રેસમાં હાલ નવ દેશ સામેલ છે. તમામે જાન્યુઆરી, 2024થી જાન્યુઆરી, 2025 દરમિયાન પોતાને પરમાણુ મોરચે મજબૂત બનાવ્યા છે.  SIPRIના રિપોર્ટ અનુસાર, ભારતે છેલ્લા એક વર્ષમાં 8 પરમાણુ હથિયાર બનાવ્યા છે. ભારત પાસે જાન્યુઆરી, 2025માં 180 પરમાણુ હથિયાર હતાં. જે અગાઉના વર્ષે 172 હતાં. જ્યારે ભારતના પડોશી દેશ ચીને આ સમયગાળામાં 100 પરમાણુ હથિયાર બનાવ્યા હતાં. આ સાથે તેના પરમાણુ હથિયારનો જથ્થો વધી 600 થયો છે.

SIPRI (સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ)ના રિપોર્ટમાં જણાવાયું છે કે, વિશ્વના આશરે 90 ટકા પરમાણુ હથિયાર માત્ર રશિયા અને અમેરિકા પાસે છે.  અન્ય એક રિપોર્ટ ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યૂક્લિઅર વેપન્સ (ICAN)માં જણાવ્યા પ્રમાણે, ગતવર્ષે ન્યૂક્લિઅર હથિયારો ધરાવતા દેશોએ તેમના પરમાણુ શસ્ત્રાગાર (એટોમિક જથ્થા)માં વધારો કરવા 100 અબજ ડોલરથી વધુનુ રોકાણ કર્યું છે. જ્યારે યુકે, ચીન, ફ્રાન્સ, ભારત, ઈઝરાયલ, દક્ષિણ કોરિયા, પાકિસ્તાન, રશિયા અને અમેરિકાએ 2023ની તુલનાએ 2024માં 10 અબજ ડોલરનું રોકાણ વધાર્યું છે. 

કયા દેશ પાસે છે પરમાણુ હથિયાર

અમેરિકા અને રશિયા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઈઝરાયલ પરમાણુ હથિયારનો જથ્થો વધારી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, વિશ્વમાં કુલ 12,241 પરમાણુ હથિયાર છે. જેમાં 9614 સૈન્ય ભંડારમાં છે. આશરે 3912 પરમાણુ હથિયાર મિસાઈલ અને વિમાનો સાથે તૈનાત છે.

આ પણ વાંચોઃ ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં રશિયા અને ચીન બનશે 'શાંતિદૂત'! મધ્યસ્થતાની ઓફર આપી

કયા દેશ પાસે કેટલો જથ્થો

અમેરિકા પાસે કુલ 5177 પરમાણુ હથિયાર છે. જેમાં 1477 વૉરહૅડ છે. સૈન્ય ભંડારમાં 3700માંથી 1770 તૈનાત છે, અને 1930 સંગ્રહિત છે. રશિયા પાસે કુલ 5459 પરમાણુ હથિયાર છે. જેમાં સૈન્ય ભંડારમાં 4309 સામેલ છે. જેમાં 1718 વૉરહૅડ તૈનાત છે અને 2591ને સંગ્રહ કરે છે. રશિયાએ 1150 વૉરહૅડ રિટાયર કર્યા છે.  જ્યારે બ્રિટને 120 વૉરહૅડ તૈનાત કર્યા છે. 105 સ્ટોરેજમાં છે. તેના સેનામાં 225 હથિયારોનો ભંડાર છે. બ્રિટન પાસે કુલ 225 પરમાણુ હથિયાર છે. ફ્રાન્સની પાસે કુલ 290 પરમાણુ હથિયાર છે, જેમાંથી 280 તૈનાત છે અને 10 સંગ્રહિત છે. ચીન પાસે આશરે 600 પરમાણુ હથિયાર છે, જેમાં 24 વૉરહૅડ અને 576 સંગ્રહિત છે. 

પરમાણુ હથિયારમાં ભારત છઠ્ઠા ક્રમે

પરમાણુ હથિયારના જથ્થામાં અમેરિકા પ્રથમ અને રશિયા બીજા ક્રમે છે. જ્યારે ભારત છઠ્ઠા સ્થાને છે. ભારત પાસે કુલ 180 પરમાણુ હથિયાર છે. તે તમામ સંગ્રહિત છે. જ્યારે પાકિસ્તાન પાસે 170 અને ઉત્તર કોરિયા પાસે 50 પરમાણુ હથિયાર છે. આ સિવાય ઈઝરાયલ પાસે 90 વૉરહૅડ છે. આ તમામ દેશોમાં પરમાણુ હથિયાર સેનાના ભંડારમાં સંગ્રહિત છે.

પરમાણુ હથિયારમાં ચીન વેગવાન

SIPRIનો અંદાજ છે કે, ચીન પાસે છેલ્લા એક વર્ષમાં પરમાણુ શસ્ત્રાગાર 100થી વધી 600 થયા છે. રિપોર્ટ અનુસાર, કોઈપણ દેશની તુલનાએ ચીન પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર સંગ્રહિત છે. ચીન પોતાના પરમાણુ હથિયારના ભંડારમાં સતત વધારો કરી રહ્યું છે. જેની અસર ભારત પર થઈ શકે છે. કારણકે, બેઈજિંગ પાકિસ્તાનનો સહયોગી છે. અને તે પરમાણુ હથિયારમાં તેને મદદ કરી શકે છે. SIPRIએ રિપોર્ટ તૈયાર કરતી વખતે ચીન સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કોઈ જવાબ આપ્યો ન હતો.

એક વર્ષમાં ભારતે 8, ચીને 100 પરમાણુ બોમ્બ બનાવ્યા, જાણો ટોચ પર કયો દેશ 2 - image

Tags :