Get The App

ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં રશિયા અને ચીન બનશે 'શાંતિદૂત'! મધ્યસ્થતાની ઓફર આપી

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
Israel Iran Military Attack Russia China Meditation Proposal


Israel Iran Military Attack Russia China Meditation Proposal: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ વડે સતત હુમલા કરી રહ્યા છે. તેના કારણે હાલ મિડલ ઇસ્ટમાં તનાવથી સ્થિતિ છે. એવામાં ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં રશિયા અને ચીને મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 

પુતિને ઇઝરાયલ અને ઈરાનના વડા સાથે કરી ફોન પર વાત 

રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જણાવ્યું છે કે, 'છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ પુતિને ઘણા વૈશ્વિક નેતાઓ સાથે ફોન પર મહત્ત્વપૂર્ણ વાતચીત કરી છે. પુતિને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂથી લઈને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે.'

પેસ્કોવે એમ પણ કહ્યું કે, 'રશિયા જરૂર પડ્યે મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છે જેથી વર્તમાન પરિસ્થિતિનો ઉકેલ લાવી શકાય અને મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરી શકાય. અમારા તમામ વિભાગો વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. અમે નેતન્યાહૂનું નિવેદન સાંભળ્યું અને વાંચ્યું છે. ક્ષેત્રમાં આવી ખતરનાક સ્થિતિ ઊભી કરતી પ્રવૃત્તિઓની અમે સખત નિંદા કરીએ છીએ.

ચીને પણ ઇઝરાયલ અને ઇરાન યુદ્ધમાં મધ્યસ્થી કરવાની ઇચ્છા વ્યક્ત કરી

બીજી તરફ, માત્ર રશિયા જ નહીં, ચીને પણ ઇઝરાયલ અને ઇરાન યુદ્ધમાં મધ્યસ્થી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું હતું કે, 'ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આ સપ્તાહના અંતે ઇઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ઇઝરાયલ અને ઇરાન બંનેને વાતચીત દ્વારા તેમના મતભેદો ઉકેલવા વિનંતી કરી હતી. વર્તમાન ઇરાન-ઇઝરાયલ સંઘર્ષને ઉકેલવામાં ચીન તેની ભૂમિકા ભજવતું રહેશે.'

આ પણ વાંચો: ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે? આગામી 48 કલાક મહત્ત્વપૂર્ણ, ટ્રમ્પના 4 મોટા નિર્ણય

ગુઓ જિયાકુએ વધુમાં કહ્યું કે, 'ચીન હંમેશા રાજકીય અને રાજદ્વારી માધ્યમો દ્વારા ઇરાનના પરમાણુ મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનની હિમાયત કરે છે. ચીન સંબંધિત પક્ષો સાથે સંવાદ અને સંકલન ચાલુ રાખશે અને તેની નિર્ણાયક ભૂમિકા ભજવશે. જરૂર પડ્યે આ સમાધાનને ઉકેલવામાં મોટી ભૂમિકા ભજવવા માટે પણ અમે તૈયાર છીએ.'

ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં રશિયા અને ચીન બનશે 'શાંતિદૂત'! મધ્યસ્થતાની ઓફર આપી 2 - image

Tags :