Get The App

NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા!

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! 1 - image

NEET Re-Exam Guidelines 2026 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ NEETની રિ-એક્ઝામને લઈને ગાઇડલાઇન જાહેર કરી મોટા ફેરફારો કરાયા હોવાની માહિતી આપી છે. એનટીએએ એવું પણ કહ્યું છે કે, NEET-UG-2026ની પરીક્ષા સંપૂર્ણ નિષ્પક્ષ, સુરક્ષિત અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને રાખીને યોજવામાં આવશે. રિ-એક્ઝામમાં એ ધ્યાન રખાયું છે કે, વિદ્યાર્થીઓની એક પણ મિનિટ બરબાદ ન થાય. 

રિ-એક્ઝામમાં ત્રણ મોટા ફેરફાર

NTAની ગાઇડલાઇન મુજબ રિ-એક્ઝામ માટે ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં પરીક્ષા આપવાના સમય વધારાયો અને સમયમાં ફેરફાર કરાયો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ રફ જગ્યાનો ઉપયોગ કરી શકે તે માટે પ્રશ્નપત્રમાં રફ વર્ક માટેની જગ્યાને વધારવામાં આવી છે.

આ પણ વાંચો : ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ

1... વાસ્તવમાં છેલ્લા કેટલાક વર્ષોથી પરીક્ષામાં ઓછો સમય અપાતો હોવાની વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા હતા, તેથી આ વખતે નીટ રિ-એક્ઝામમાં સમય 15 મિનિટ વધારાયો છે. એટલે કે, પરીક્ષાર્થીઓને 3 કલાક અને 15 મિનિટનો સમય મળશે.

2... એજન્સીએ પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. નવી ગાઇડલાઇન મુજબ આ વખતે બપોરે 2.00 વાગ્યાથી સાંજે 5.15 સુધી પરીક્ષા યોજાશે.

3... NTAએ વિદ્યાર્થીઓની સુવિધાને પણ ખાસ મહત્ત્વ આપ્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપતી વખતે રફ વર્ક કરવાની જરૂર પડતી હોય છે, તેથી હવે NTAએ પ્રશ્નપત્રમાં આ રફ વર્કની જગ્યા વધારી દીધી છે. અગાઉ રફ વર્ક કરવા માટે બે પેજ અપાતા હતા, જોકે હવે ચાર પેજ મળશે. અગાઉ પ્રશ્નપત્રમાં છેલ્લે બે રફ પેજ અપાતા હતા, જેના કારણે ડાબા હાથે લખતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. તેથી હવે શરૂઆતમાં બે રફ પેજ અને છેલ્લે બે રફ પેજ આપવામાં આવશે. આ નિયમ તમામ પેપરમાં લાગુ કરાશે. 

નિયમો ધ્યાનથી વાંચવા સલાહ

NTAએ કહ્યું છે કે, પરીક્ષાનો જે સમય વધારવામાં આવ્યા છે, તે દરમિયાન પરીક્ષા સંબંધિત તમામ ઔપચારિકતા પૂરી કરવામાં આવશે. આમાં એટેન્ડન્સ શીટ પર હસ્તાક્ષર કરવા અને ચેકિંગ જેવી બાબતો સામેલ છે. એજન્સીએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે, તેઓ પોતાના એડમિટ કાર્ડમાં લખાયેલા નિયમોને ધ્યાનથી વાંચે અને કોઈપણ માહિતી મેળવવા કે જાણવા માટે માત્ર NTAની સત્તાવાર વેબસાઇટનો જ વિશ્વાસ રાખે.

આ પણ વાંચો : વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવેદન