mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જેઈઈ મેઈનનું પરિણામ જાહેર, રિઝલ્ટ ચેક કરવા ઓપન કરો આ લિંક

અગાઉ સોમવારે આન્સર કી જાહેર કરવામાં આવી હતી

દેશભરમાંથી 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

Updated: Feb 13th, 2024

જેઈઈ મેઈનનું પરિણામ જાહેર, રિઝલ્ટ ચેક કરવા ઓપન કરો આ લિંક 1 - image


JEE Main Result 2024 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE MAIN), સેશન 1 (BE-BTech)નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર જઈને તેમનું પરિણામ અને રિઝલ્ટ ચેક કરી શકે છે. નોંધનીય છે કે અગાઉ સોમવારે આન્સર કી જાહેર કરવામાં આવી હતી. 

દેશભરમાંથી 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

જેઈઈ મેઈન રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરવાનો રહેશે. જેઈઈ મેન્સ 2024ના બંને પેપર માટે કુલ 12,31,874 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 11,70,036 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપી હતી. જેઈઈ મેઇન 2024 સેશન એકની પરીક્ષા 2024ની 24, 27, 29, 30, 31 જાન્યુઆરીએ અને પહેલી ફેબ્રુઆરીએ દેશના 291 શહેરોમાં લગભગ 544 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષાના પ્રોવિઝનલ અને ફાઈનલ બંને આન્સર કી પણ રિલીઝ કરવામાં આવી છે. ફાઈનલ આન્સર કી રિઝલન્ટ જાહેર થવાના થોડા કલાકો પહેલા જ જાહેર કરવામાં આવી છે. 

આ સરળ સ્ટેપ્સ ફોલો કરી રિઝલ્ટ ડાઉનલોડ કરો

JEE મેન્સ પરીક્ષા 2024ની ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ jeemain.nta.ac.in પર જાઓ.

• અહીં હોમપેજ પર એક લિંક આપવામાં આવેલ હશે તેના પર લખેલું હશે - JEE Main Session 2024 Final Answer key તેના પર ક્લિક કરો.

• આમ કરતાની સાથે જે એક એક્સટર્નલ વેબસાઇટ પર મોકલવામાં આવશે.

• અહીં તમારો ઈમેલ આઈડી, પાસવર્ડ, જન્મતારીખ અને રજીસ્ટ્રેશન નંબર વગેરે માહિતી માંગવામાં આવી છે તે દાખલ કરીને અહીં લોગિન કરો.

• આટલું કર્યા પછી તમારૂ રિઝલ્ટ કોમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળશે.

• અહીંથી તેને ડાઉનલોડ કરો, ચેક કરો અને પ્રિન્ટ આઉટ લો.

જેઈઈ મેઈનનું પરિણામ જાહેર, રિઝલ્ટ ચેક કરવા ઓપન કરો આ લિંક 2 - image

Gujarat