mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ન્યાયતંત્ર પર સરકારનું કોઈ દબાણ નથી, ચૂંટણી કમિશન અંગેનો ચૂકાદો શ્રેષ્ઠ ઉદાહરણ

Updated: Mar 18th, 2023

ન્યાયતંત્ર પર સરકારનું કોઈ દબાણ નથી, ચૂંટણી કમિશન અંગેનો ચૂકાદો શ્રેષ્ઠ ઉદાહરણ 1 - image


- દેશના ન્યાયતંત્રનું ભારતીયકરણ કરવાની જરૂર છે : સીજેઆઈ

- કાયદા મંત્રી સાથે વિવાદમાં પડવા માગતો નથી, કારણ કે અમારી ધારણાઓ અલગ હોઈ શકે, તેમાં કશું ખોટું નથી  : ડીવાય ચંદ્રચૂડ

- સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને જજની ક્ષમતા સાથે લેવા દેવા નથી : સીજેઆઈ

નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર અને ન્યાયતંત્ર આમને સામને આવી ગયા હોવાની છબી ઉપસી રહી છે. આવા સમયમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, ન્યાયતંત્ર પર સરકારનું કોઈ દબાણ નથી, તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ચૂંટણ કમિશનરની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો છે. આ સાથે પોતે કાયદા મંત્રી સાથે કોઈ વિવાદમાં પડવા માગતા નથી તેમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડે ન્યાયતંત્ર સામેના પડકારો, કોલેજિયમ સિસ્ટમ અને કાયદા મંત્રી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સીજેઆઈએ શનિવારે જણાવ્યું કે, ન્યાયાધીશ તરીકે હું ૨૩ વર્ષની કારકિર્દી પૂરી કરીશ. હું ભારતના ન્યાયતંત્રમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ન્યાયાધીશ છું. આ ૨૩ વર્ષમાં કોઈએ મને એમ નથી કહ્યું કે કેસનો ચૂકાદો કેવી રીતે આપવાનો છે. સરકારના દબાણનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. ન્યાયતંત્ર પર સરકારનું કોઈ દબાણ નથી. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ચૂંટણી કમિશનરોની નિમણૂક મુદ્દે તાજેતરમાં જ આવેલો સુપ્રીમ કોર્ટનો ચૂકાદો છે.  સુપ્રીમ કોર્ટની કોલેજિયમ મુદ્દે કાયદા મંત્રી સાથે મતભેદો અંગેના સવાલમાં સીજેઆઈએ કહ્યું કે, કોઈપણ વ્યવસ્થા ખામી રહિત નથી હોતી, પરંતુ આ ખૂબ જ સારી વ્યવસ્થા છે, જે આપણે વિકસાવી છે. હું કોઈ ચોક્કસ મુદ્દે કાયાદ મંત્રી સાથે વિવાદમાં પડવા માગતો નથી, કારણ કે અમારી અલગ અલગ ધારણાઓ હોઈ શકે છે. તેમાં કશું ખોટું પણ નથી.

ન્યાયાધીશોની નિમણૂકના સંદર્ભમાં આ વર્ષે જાન્યુઆરીમાં સજાતીય સંબંધો ધરાવતા વકીલ સૌરભ કિરપાલની હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક અંગે વિવાદ થયો હતો. આ મુદ્દે સીજેઆઈએ કહ્યું કે, સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને ન્યાયાધીશની ક્ષમતા સાથે કોઈ લેવા-દેવા નથી. કોલેજિયમ સિસ્ટમમાં જજોની નિમણૂક કેવી રીતે થાય છે તે સમગ્ર પ્રક્રિયા વેબસાઈટ પર ઉપલબ્ધ છે. અમે પારદર્શિતા વધારી છે, જેથી નાગરિકોમાં વિશ્વાસ વધે.

વધુમાં તેમણે દેશમાં ન્યાયતંત્રના 'ભારતીયકરણ' કરવાની જરૂરિયાત અંગે પણ વાત કરી. તેમણે કહ્યું ભારતીય ન્યાયતંત્રના ભારતીયકરણ કરવાની શ્રેણીમાં સૌથી પહેલા કોર્ટોની ભાષા બદલવાની જરૂર છે. જિલ્લા કોર્ટોની ભાષા અંગ્રેજી નથી, પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વાતચીતની ભાષા અંગ્રેજી છે. આપણે હકીકતમાં નાગરિકો સુધી પહોંચવું હોય તો આપણે હાયર જ્યુડિશરીમાં આ ભાષાઓમાં લાવવી પડશે, જેને સામાન્ય જનતા સમજે છે. અમે આ પ્રક્રિયા શરૂ પણ કરી છે.

Gujarat