mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બિહાર ફ્લોર ટેસ્ટમાં નીતિશ સરકાર પાસ 129 મત મળ્યા : સ્પીકર હટાવવામાં 125 મત પડયા

Updated: Feb 13th, 2024

બિહાર ફ્લોર ટેસ્ટમાં નીતિશ સરકાર પાસ 129 મત મળ્યા : સ્પીકર હટાવવામાં 125 મત પડયા 1 - image


- પહેલા ધ્વનિમતથી અને પછી વૉટિંગ દ્વારા નીતિશને સમર્થન મળ્યું : મતદાન પૂર્વેના નીતિશના વકતવ્ય સમયે વિપક્ષે સભાત્યાગ કર્યો

પટણા : બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતીશકુમાર પહેલા ધ્વનિ મતથી અને પછી મતદાન દ્વારા પણ ૧૨૯ મત મેળવી પાસ થઈ ગયા છે. મતદાન પૂર્વે નીતીશકુમાર વકતવ્ય આપવા ઉભા થતાં જ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ સભાત્યાગ કર્યો હતો. પાર્ટીઓની ગણતરી પ્રમાણે નીતીશને ૧૨૮ મત જ મળવા જોઈએ પરંતુ તેઓને ૧૨૯ મત મળતા તેથી સ્પષ્ટ થઈ જાય છે કે, ક્રોસ વોટિંગ જ થયું હશે. જ્યારે આરજેડીના ૩ વિધાયકો ચેતન આનંદ, પ્રહલાદ યાદવ અને નીલમ દેવી નીતિશના સમર્થનમાં ચાલ્યા ગયા હતા.

મહત્ત્વની વાત તે છે કે, આરજેડીના સ્પીકર અવધબિહારી ચૌધરી વિરૂદ્ધ પણ અવિશ્વાસની દરખાસ્ત ગૃહમાં રજૂ થઈ હતી તેના વૉટિંગ દરમ્યાન સરકાર સાથે ૧૨૫ વિધાયકો હતા. સરકાર અંગેના ફ્લોર ટેસ્ટ અંગે થયેલા મતદાન સુધીમાં તે સંખ્યા વધીને ૧૨૯ થઈ ગઈ હતી જ્યારે સ્પીકર દૂર કરવામાં સ્પીકર વિરૂદ્ધ ૧૨૫ વિધાયકોએ સરકાર તરફે મતદાન કર્યું વિપક્ષો સાથે ૧૧૨ વિધાયકો જ રહ્યા. સૂત્રો જણાવે છે કે સત્તા પક્ષમાંથી જેડી યુ વિધાયક દીલીપ રાય ફ્લોર ટેસ્ટમાં વોટિંગ સમયે હાજર રહ્યા ન હતા. ત્યારે મહેશ્વર હઝારી સ્પીકરપદે રહી ગૃહનું સંચાલન કરતા હતા. ૧૨૬ સત્તા પક્ષને અને રાજદના ૩ વિધાયકો મળી કુલ ૧૨૯ મત નીતીશકુમારને મળ્યા હતા.

સ્પીકર દૂર કરવાનો પ્રસ્તાવ સરકારે જ રજૂ કર્યો તેમાં ૧૨૫ મત પડયા તે સમયે સ્પષ્ટ થઈ ગયું કે નીતીશ પાસે બહુમતી છે. વિશ્વાસના મતની ચર્ચા પછી મતદાન એક ઔપચારિકતા માત્ર જ બની રહી હતી.

ચૌધરીએ વિધાનસભામાં સંચાલનની શરૂઆત કરી સાથે પોતાની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસની માહિતી આપ્યા પછી સંચાલનનું કામ મહેશ્વર હઝારીને સોંપી દીધું. ચર્ચા દરમિયાન રાજદના તેજસ્વી યાદવ સહિત વિપક્ષી નેતાઓએ નીતીશ ઉપર તીવ્ર પ્રહારો કર્યા હતા. જવાબમાં વિજય ચૌધરી, વિજય સિંહા અને સમ્રાટ ચૌધરીએ નીતીશ પૂર્વેની રાજદ સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર તેમાં પણ લાલુ યાદવના કુટુમ્બ પર થયેલા આરોપોની યાદ આપી હતી.

Gujarat