Get The App

સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા અનામત, બિહારમાં ચૂંટણી પહેલા NDA સરકારનો નિર્ણય

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
Bihar Women Reservation


Bihar Women Reservation: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, NDA સરકાર ચલાવી રહેલા CM નીતિશ કુમારે કેબિનેટની બેઠક બાદ એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત રાજ્યમાં સરકારી નોકરીઓમાં બિહારની મહિલાઓ માટે અનામત મર્યાદા હવે 35 ટકા કરવામાં આવી છે એટલે કે બિહારની વતની મહિલા ઉમેદવારોને હવે 35 ટકા અનામત મળશે.

બિહારની વતની મહિલા ઉમેદવારોને હવે 35 ટકા અનામત

નોંધનીય છે કે પહેલા બિહારની બહાઅરની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારોને જ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો, ડોમિસાઇલ નીતિ ફક્ત બિહાર રાજ્યની મહિલાઓ માટે લાગુ કરવામાં આવી છે.

કેબિનેટ બેઠકમાં 43 પ્રસ્તાવોને મંજૂરી

માહિતી મુજબ, મુખ્યમંત્રી સીએમ નીતિશ કુમારે કેબિનેટ બેઠકમાં 43 મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આમાં સૌથી મોટી જાહેરાત બિહારની વતની મહિલાઓને 35 ટકા અનામત અને યુવા આયોગની રચના છે. એનડીએ સરકારના આ નિર્ણયોને ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યા છે.

યુવા આયોગની રચનાની જાહેરાત

મહિલાઓને અનામત ઉપરાંત, બિહાર સરકારે યુવા આયોગની રચનાની પણ જાહેરાત કરી છે. સીએમ નીતિશ કુમારે કહ્યું કે, 'બિહારના યુવાનોને મહત્તમ રોજગારની તકો પૂરી પાડવા, તેમને તાલીમ આપવા અને તેમને મજબૂત અને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે બિહાર યુવા આયોગની રચના કરવાનો નિર્ણય લીધો છે અને આજે કેબિનેટે બિહાર યુવા આયોગની રચનાને પણ મંજૂરી આપી છે.

આ પણ વાંચો: મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મંત્રીમંડળે આ અન્ય નિર્ણયો લીધા

- બિહાર ભવન, બિહાર નિવાસ, બિહાર સદન માટે વાહનો ખરીદવા માટે 13 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી

- મધુબની જિલ્લા હેઠળના કમલા બાલન નદી પર આરસીસી પુલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી

- બિહાર કાયદા અધિકારી નિયમો 2025માં સુધારો, 2025ના નિયમોને મંજૂરી

- આંબેડકર નિવાસી શાળા માટે 65 કરોડ રૂપિયાનું ભંડોળ

- જીવિકા દીદીની બૅંક માટે 105 કરોડ રૂપિયાનું ભંડોળ

- બિહાર ખાદ્ય સુરક્ષા સંપર્ક નિયમો 2025ને મંજૂરી

- માર્ગ બાંધકામ વિભાગના અનેક પ્રસ્તાવોને મંજૂરી.

સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા અનામત, બિહારમાં ચૂંટણી પહેલા NDA સરકારનો નિર્ણય 2 - image

Tags :