Get The App

ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો 1 - image


Nitin Gadkari Flash Charging Bus: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમાં જાહેર પરિવહનમાં એક મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતમાં ટૂંકસમયમાં 135 સીટર બસ શરુ કરવામાં આવશે. જેમાં વિમાન જેવી સુવિધાઓ મળશે. સરકાર આ ક્ષેત્રે ઇનોવેશન પર કામ કરી રહી છે.

135 સીટર ફ્લેશ ચાર્જિંગ બસ

નીતિન ગડકરીએ ભારતીય પરિવહન ક્ષેત્રે થયેલા મોટા ફેરફારો પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, જાહેર પરિવહનમાં મેટ્રો મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ હવે સરકારની તૈયારી 135 સીટર બસ શરુ કરવાની છે. આ ફ્લેશ ચાર્જિંગ બસ હશે. જે કોસ્ટ મામલે મેટ્રો કરતાં સસ્તી હશે. અને તેમાં લકઝરી સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ બસનો પાયલટ પ્રોજેક્ટ સૌ પ્રથમ મહારાષ્ટ્રના નાગપુરમાં શરુ કરાશે. ત્યારબાદ દિલ્હી-મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં પણ બસ સેવા શરુ કરવામાં આવશે.

ડીઝલ બસથી 30 ટકા ઓછું ભાડું

મેટ્રોનો ખર્ચ રૂ. 450 કરોડ પ્રતિ કિમી છે. જ્યારે બસનો ખર્ચ રૂ. 2 કરોડ પ્રતિ કિમી છે. આ ફ્લેશ ચાર્જિંગ બસનો ખર્ચ ઓછો હોવાથી તેની ટિકિટ ડિઝલ બસની તુલનાએ 30 ટકા સસ્તી હશે. એસી અને એક્ઝિક્યુટીવ સીટથી સજ્જ આ બસમાં વિમાનની જેમ ખાણી-પીણીની સુવિધાનો સામાન મળશે. દિલ્હીથી જયપુર, દહેરાદૂન અને ચેન્નઈથી બેંગ્લુરૂમાં આ બસ સેવા શરુ કરાશે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ

પરિવહનમાં મોટા ફેરફાર

જાહેર પરિવહનમાં મોટા ફેરફારો વિશે જણાવતાં ગડકરીએ કહ્યું કે, અમે 360 રોપવે કેબલ કાર બનાવવા પર કામ કરી રહ્યા છે. તદુપરાંત અમે હાઇડ્રોજન ફ્યુલ સંબંધિત 10 પ્રોજેક્ટ શરુ કર્યા છે. જે હેઠળ ટાટાએ હાઇડ્રોજન ફ્યુલ પર ચાલતી ટ્રક પણ બનાવી છે. ગ્રીન હાઇડ્રોજન બનાવવાથી માંડી તેના પર સંચાલિત વાહનોના નિર્માણ કામો સમાવિષ્ટ છે. જેની સીધી અસર આગામી સમયમાં પરિવહનને નવા શિખરો પર પહોંચાડશે.

100 કિમી રોડ બનાવવાનું લક્ષ્ય

નીતિન ગડકરીએ જણાવ્યું કે, અમે પરિવહન ક્ષેત્રે 40 હજાર કરોડના નવા કામ કરી રહ્યા છે. અમે અનેક લક્ષ્યાંકો અમલમાં મૂક્યા છે. અમે રોડ બનાવવાની ક્ષમતામાં પણ વધારો કરી રહ્યા છે. આગામી સમયમાં 100 કિમી રોડ પ્રતિ દિવસની ક્ષમતાએ બનાવીશું. દર વર્ષે રૂ. 2.5 લાખ કરોડના કામકાજ થઈ રહ્યા છે. હજી રૂ. 10 લાખ કરોડનું કામ બાકી છે. રોડ ઇન્ફ્રાસ્ટ્ક્ચરમાં એક રૂપિયાના ખર્ચ સામે રૂ. 3ની આવક થાય છે. લોજિસ્ટિક ખર્ચ પણ ઘટ્યો છે. જે પહેલાં 16 ટકા હતો, તે હાલ 6 ટકા ઘટી 10 ટકા થયો છે. 

ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો 2 - image

Tags :