India

કેરળમાં ફરી નિપાહ વાયરસની એન્ટ્રી થતા હડકંપ, બે કેસ નોંધાયા, ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર

By GS TEAM
4 Jul 20252 mins read
TukuTouch Logo
કેરળમાં નિપાહ વાયરસે ફરી એક વાત એન્ટ્રી મારી છે. 4 જુલાઈ 2025ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી (NIV) પુણેએ પલક્કડની 38 વર્ષીય મહિલાને નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. મલપ્પુરમની 18 વર્ષીય યુવતીના મૃત્યુ થયું છે. કોઝિકોડ મેડિકલ કોલેજમાં બંનેના પ્રારંભિક ટેસ્ટ કરતાં તેઓ પોઝિટિવ જણાવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કેરળમાં ફરી નિપાહ વાયરસની એન્ટ્રી થતા હડકંપ, બે કેસ નોંધાયા, ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર
Representative Image

Nipah virus in Kerala: કેરળમાં નિપાહ વાયરસે ફરી એક વાત એન્ટ્રી મારી છે. 4 જુલાઈ 2025ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી (NIV) પુણેએ પલક્કડની 38 વર્ષીય મહિલાને નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ કરી છે. મલપ્પુરમની 18 વર્ષીય યુવતીના મૃત્યુ થયું છે. કોઝિકોડ મેડિકલ કોલેજમાં બંનેના પ્રારંભિક ટેસ્ટ કરતાં તેઓ પોઝિટિવ જણાવાયા હતા. 

મલપ્પુરમની 18 વર્ષીય યુવતીનું મોત

મળતી માહિતી મુજબ, ગત 28 જૂનના રોજ મલપ્પુરમની યુવતીને તબિયત લથડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં કોટ્ટક્કલ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી 1 જુલાઈના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પલક્કડની એક મહિલાને 1 જુલાઈના રોજ પેરિન્તલમન્નાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું કે, 'નિપાહ પ્રોટોકોલ પહેલાથી જ લાગૂ કરી દેવામાં આવ્યો છે. મલપ્પુરમ, પલક્કડ અને કોઝિકોડમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 100 થી વધુ લોકોને હાઈ-રિસ્ક કોન્ટેક્ટ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓ અને પોસ્ટમોર્ટમ સ્ટાફને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.'

મે મહિના 42 વર્ષીય મહિલાને નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ થઈ હતી

નિપાહનો મુખ્ય સ્ત્રોત ફ્રૂટ બૈટ્સ હોવાનું માનવામાં આવે છે. પલક્કડમાં દર્દીના ઘરની નજીક ચામાચીડિયાની હાજરીથી ઝૂનોટિક ટ્રાન્સમિશનની શંકા ઉભી થઈ છે. મે મહિનામાં મલપ્પુરમમાં એક 42 વર્ષીય મહિલાને નિપાહ હોવાની પુષ્ટિ થઈ હતી, જે પછીથી સ્વસ્થ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: 18 વર્ષથી ગર્ભવતી ન થતી મહિલાએ AIની મદદથી બાળકને આપ્યો જન્મ, જાણો કેવી રીતે…

ICMRએ 100 ટકા ચોક્સાઈ સાથે પોર્ટેબલ નિપાહ ડિટેક્શન કીટ વિકસાવી છે. CEPIના સહયોગથી નિપાહ માટે mRNA વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગે ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે અને હોસ્પિટલોમાં કડક પ્રોટોકોલ લાગુ કર્યા છે. 2018 થી કેરળમાં નિપાહનો વારંવાર ઉદભવ ચિંતાનો વિષય છે.