Get The App

VIDEO: 'મને કોઈ પસ્તાવો નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે', નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવેદન

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: 'મને કોઈ પસ્તાવો નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે', નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવેદન 1 - image

Nikki Vipin Bhati Case: ગ્રેટર નોઈડામાં દહેજ માટે પતિએ પત્ન નિક્કીને સળગાવીને મોતને ઘાટ ઉતારી હોવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસ આરોપી વિપિન ભાટીની ધરપકડ કરી છે. પોલીસ આરોપીને કોર્ટમાં હાજર કરવા માટે લઈ જઈ રહી હતી, ત્યારે આરોપીએ પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એન્કાઉન્ટરની સ્થિતિ સર્જાતા પોલીસે વિપિનના પગમાં ગોળી મારી હતી. જેમાં વિપિન ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે. નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વિપિને કહ્યું કે, 'મને કોઈ પછતાવો નથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે.'


નિક્કીનું મર્ડર કરનારા આરોપીનું નિવેદન

નિક્કીનું મર્ડર કરનારા આરોપી વિપિને કહ્યું કે, 'મને આ ઘટનાનો કોઈ પસ્તાવો નથી. મે તેને નથી મારી, તે ખુદ મરી છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં રહે છે, આ બહુ સામાન્ય વાત છે.' જ્યારે પત્ની નિક્કી પર હુમલો કરાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

પોલીસે શું કહ્યું?

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, 'આરોપીઓએ પત્નીને આગ લગાવ્યા પછી ફેંકી દીધેલી જ્વલનશીલ પ્રવાહીની બોટલો મેળવવા માટે અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમે બોટલો મેળવી છે. જ્યારે વિપિને ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો.'

આ પણ વાંચો: દહેજ માટે પત્નીને જીવતી સળગાવી દેનારા વિપિન ભાટીને પોલીસે પગમાં ગોળી મારી, પિસ્તોલ ઝૂંટવી ભાગવાનો પ્રયાસ

પત્નીને જીવતી બાળી નાખી હતી

નિક્કીને જીવતી સળગાવી દેવાની ઘટના ગયા ગુરુવારે ગ્રેટર નોઈડામાં બની હતી. એવો આરોપ છે કે, નિક્કીને તેના સાસરિયાઓએ કથિત રીતે માર માર્યો હતો. આરોપીઓએ નિક્કીને વાળ પકડીને માર મારવામાં આવ્યો અને આગ લગાવી દીધી હતી. પીડિતાના છ વર્ષના પુત્રએ કહ્યું હતું કે, 'મારા પિતાએ મમ્મી પર કંઈક રેડ્યું, પછી તેને થપ્પડ મારી અને લાઇટરથી આગ લગાવી દીધી.' અન્ય આરોપી વિપિનના ભાઈ અને મા બંને ફરાર છે. સમગ્ર ઘટનાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.