Get The App

NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો 1 - image

Gurugram Clubs Bombing Case: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ હરિયાણાના ગુરુગ્રામ બે ક્લબ પર થયેલા બોમ્બ હુમલાને લઈને 2024ના કેસમાં આતંકવાદી ગોલ્ડી બરાર સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, તપાસ એજન્સીએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે. 

NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી

NIAએ કેનેડા સ્થિત સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર, સચિન તાલિયાન, અંકિત, ભાવિશ અને અમેરિકા સ્થિત રણદીપ સિંહ ઉર્ફે રણદીપ મલિક વિરૂદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), આર્મ્સ એક્ટ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને યુએ(પી) એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ગોલ્ડી બરાર અને રણદીપ મલિક સિવાય તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

હરિયાણા-પડોશી વિસ્તારોમાં હિંસા ફેલાવવાનું કાવતરું

તપાસ એજન્સીએ ગુરુગ્રામના સેક્ટર 29માં વેરહાઉસ ક્લબ અને હ્યુમન ક્લબને બોમ્બથી ઉડાવવાના કાવતરામાં સામેલ આરોપીઓને શોધી કાઢ્યા હતા. જે બબ્બર ખાલિસ્તાની ઇન્ટરનેશનલ (BKI)ના હરિયાણા અને પડોશી વિસ્તારોમાં હિંસા ફેલાવવા, સાંપ્રદાયિક દ્વેષ પેદા કરવા અને શાંતિને ખલેલ પહોંચાડવાના મોટા કાવતરાનો ભાગ હતો.

પ્રતિબંધિત બબ્બર ખાલિસ્તાની ઈન્ટરનેશનલના આતંકી સંગઠનના સદસ્યો અને કાર્યકર્તાઓ દ્વારા 10 ડિસેમ્બર, 2025ના રોજ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. આ પછી તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે, હુમલા પાછળનું કાવતરું ઘડનારા બીજું કોઈ નહીં પરંતુ ગોલ્ડી બરાર અને તેના સાથીઓ હતો. 

આ પણ વાંચો: જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

NIAની તપાસ અનુસાર, આતંકવાદી સિન્ડિકેટ દેશની અખંડિતતા, સુરક્ષા (આર્થિક સુરક્ષા સહિત) અને સાર્વભૌમત્વને જોખમમાં મૂકવા માટે પૈસા ઉઘરાવવા, આતંકવાદી ભંડોળ એકત્ર કરવા, વિસ્ફોટકો, હથિયાર અને દારૂગોળો ખરીદવા અને સામાન્ય લોકોમાં આતંક ફેલાવવામાં સક્રિય રીતે સામેલ છે. તે જ સમયે, સમગ્ર કેસની તપાસ આતંકવાદ વિરોધી તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.