Get The App

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન 1 - image


Jyoti Malhotra Case: યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિરૂદ્ધ જાસૂસી મામલે નવી માહિતી સામે આવી છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે, તે પાકિસ્તાન પોલીસના પૂર્વ સબ-ઇન્સ્પેક્ટર નાસિર ઢિલ્લોના સીધા સંપર્કમાં હતી. જે હવે ભારત વિરૂદ્ધ કથિત ગુપ્ત અભિયાનો માટે તપાસ હેઠળ છે.

એક એપિસોડમાં ઢિલ્લોં સાથે જોવા મળી હતી જ્યોતિ

ગુપ્ત સૂત્રોના અનુસાર, જ્યોતિ મલ્હોત્રા ઢિલ્લોંની સાથે સીધા સંપર્કમાં હતી અને ત્યાં સુધી કે એક પોડકાસ્ટ એપિસોડમાં તેમની સાથે પણ જોવા મળી હતી. કથિત રીતે બંનેની મુલાકાત મલ્હોત્રાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન થઈ હતી.

પોલીસથી રિટાયર થયા બાદ ઢિલ્લોંએ શરૂ કરી યુટ્યુબ ચેનલ

પાકિસ્તાની પોલીસમાંથી રિટાયર થયા બાદ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરનારા ઢિલ્લોંએ શરૂઆતમાં ખુદને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સાંસ્કૃતિક સંવાદના પ્રવર્તક તરીકે રજૂ કર્યો હતો. જો કે, હવે તપાસ એજન્સીઓનું માનવું છે કે, આ જાહેર છાપ પાછળ પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI) અને સેના દ્વારા સંચાલિત એક ગુપ્ત મિશન છૂપાયું હતું.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સીમાં કામ કરતો હતો ઢિલ્લોં

અધિકારીઓનો આરોપ છે કે, ઢિલ્લોં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે એક માધ્યમ તરીકે કામ કરતો હતો અને પોતાની ચેનલનો ઉપયોગ ભારતીય યુટ્યુબર્સ સુધી પહોંચવા માટે કરતો હતો. તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બનાવ્યા બાદ તેને કથિત રીતે તેમને ISIના લોકો સાથે મુલાકાત કરાવતો હતો અને ધીરે ધીરે તેને ભારતીય સેના અને સુરક્ષા પ્રતિષ્ઠાનો અંગે સંવેદનશીલ માહિતી એકઠી કરવાના ઉદ્દેશ્યથી કામ સોંપતો હતો. એવું માનવામાં આવે છે કે 36 વર્ષની જ્યોતિ મલ્હોત્રા આમ જ યુટ્યુબર્સમાંથી એક છે, જેની સાથે આ નેટવર્કના માધ્યમથી છેતરપિંડી કરાઈ.

દાનિશ સાથે ઢિલ્લોંના સંબંધની પુષ્ટિ

સૂત્રોએ એ પણ પુષ્ટિ કરી છે કે, ઢિલ્લોંના સંબંધ નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગના કર્મચારી અહસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશ સાથે પણ હતા, જેને ભારતીય અધિકારીઓએ જાસૂસીની શંકામાં 13 મેના રોજ દેશ છોડવાના આદેશ આપ્યા હતા. તપાસ કરનારાઓને ઢિલ્લોં અને દાનિશના સંબંધના વિશ્વસનીય પુરાવા મળ્યા છે, જે રાજદૂતના દિશાનિર્દેશ હેઠળ ચાલતા એક મોટા અને સંગઠિત જાસૂસી જૂથનો સંકેત આપે છે.

16 મેના રોજ જ્યોતિ મલ્હોત્રાની થઈ હતી ધરપકડ

જ્યોતિ મલ્હોત્રાની 16 મેના રોજ તેમની ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી, સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેમની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.

Tags :