Get The App

ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત આપવા માટે NHAI લાવી ગજબની સિસ્ટમ, જાણો તેના વિશે

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત આપવા માટે NHAI લાવી ગજબની સિસ્ટમ, જાણો તેના વિશે 1 - image

NHAI Automatic Toll System : દેશમાં હાઈવે મુસાફરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ટેક્નિકલ સ્તરે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. હવે ચેન્નઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને GST રોડ પર પરંપરાગત ટોલ પ્લાઝાની જગ્યાએ કેમેરા આધારિત ઓટોમેટિક ટોલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્ટમ વાહનોની નંબર પ્લેટને કેમેરાથી સ્કેન કરશે અને ડ્રાઈવરના FASTag એકાઉન્ટમાંથી ઓટોમેટિક રકમ કપાઈ જશે.

શું છે નવી સિસ્ટમ?

આ નવી ટેક્નિકને મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) કહેવામાં આવે છે. આ સિસ્ટમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા પર આધારિત છે, જે 150 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરતા વાહનોની લાઇસન્સ પ્લેટોને સ્કેન કરી શકે છે. જેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવું ન પડે અને સરળતાથી મુસાફરી ન થઈ શકે.

પહેલા ક્યાંથી શરૂઆત થશે?

NHAI આ સિસ્ટમને સૌથી પહેલા ચેન્નઈ-બેંગલુરુ હાઈવેના નેમિલી અને ચેનાસમુદ્રમ ટોલ પ્લાઝાની સાથે GST રોડ પરના પરનૂર ટોલ પ્લાઝા પર લાગુ કરશે. આ ત્રણ હાઇવે સેક્શન દરરોજ આશરે 75,000 વાહનો (પેસેન્જર કાર યુનિટ)નું સંચાલન કરે છે.

આ સ્માર્ટ ટોલ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

નવી સિસ્ટમમાં ઓવરહેડ કેમેરા 40 મીટરના અંતરેથી વાહન નંબર પ્લેટ અને વીડિયો ક્લિપ્સ કેપ્ચર કરશે. RFID રીડર્સ 300 મીટર દૂર સુધીના વાહનોને પણ ઓળખી શકશે. ત્યારબાદ ફાસ્ટેગમાંથી ટોલ ટેક્સ આપમેળે કાપવામાં આવશે, જેનાથી વાહન રોકાયા વિના આગળ વધી શકશે. જો કોઈ કારણોસર ટોલ આપમેળે કપાતો નથી તો ટોલ વસૂલવા માટે અલગ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો: મુંબઈના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ટ્રેન નીચે આવી જતા ત્રણ મુસાફરોના મોત

આ પ્રોજેક્ટનું નિરીક્ષણ ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) દ્વારા કરવામાં આવશે, જે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ કાર્યરત છે. કંપનીએ પાંચ વર્ષના સમયગાળામાં સિસ્ટમની ડિઝાઇન, વિકાસ અને જાળવણી માટે ટેન્ડર બહાર પાડી દીધા છે. વર્ક ઓર્ડર મળ્યાની તારીખથી 14 મહિનાની અંદર ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈ ટેકનિકલ ખામી ન રહે તે માટે સિસ્ટમનું અનેક તબક્કામાં પરીક્ષણ કરવામાં આવશે.