| (AI IMAGE) |
વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે ટેક સેક્ટરમાં કામ કરતા લોકોની માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ, શું તમે જાણો છો કે AI સિવાય પણ એવા અનેક ક્ષેત્રો છે જે ભવિષ્યમાં નોકરીઓની નવી તકો ઉભી કરવા જઈ રહ્યા છે? વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)ના રિપોર્ટ અનુસાર, જે લોકો અત્યારે નોકરી શોધી રહ્યા છે અથવા પોતાનું કરિયર બનાવવા માંગે છે, તેમના માટે AI સિવાયના કેટલાક ખાસ સેક્ટર્સમાં ઉજળી તકો રહેલી છે. આ સેક્ટર્સમાં કામ કરતા લોકોના પગારમાં પણ આગામી સમયમાં મોટો વધારો થવાની શક્યતા છે.
આ ક્ષેત્રોમાં જોવા મળશે જોરદાર ગ્રોથ
WEFના 'ફ્યુચર જોબ રિપોર્ટ' મુજબ, વર્ષ 2030 સુધીમાં અંદાજે 15 જેટલા વ્યવસાયોમાં તેજી જોવા મળશે. જેમાં ખાસ કરીને બિગ ડેટા સ્પેશિયાલિસ્ટ, ફિનટેક એન્જિનિયર્સ અને ડેટા સાયન્ટિસ્ટ જેવી ટેકનિકલ પોસ્ટની ભારે માંગ રહેશે. આ ઉપરાંત, પર્યાવરણ પ્રત્યે વધતી જાગૃતિને કારણે એન્વાયરમેન્ટ એન્જિનિયર્સ અને રિન્યુએબલ એનર્જી એન્જિનિયર્સ માટે કરિયરના નવા દ્વાર ખુલશે. ઈલેક્ટ્રિક વાહનોના વધતા ક્રેઝને પગલે EV સ્પેશિયાલિસ્ટ અને ડિજિટલ યુગમાં એપ્લિકેશન ડેવલપર્સ તથા ડેટા વેરહાઉસિંગ સ્પેશિયાલિસ્ટની ડિમાન્ડમાં પણ મોટો ઉછાળો આવશે. આ સાથે જ લોજિસ્ટિક્સ ક્ષેત્રે ડિલિવરી સર્વિસ ડ્રાઈવર્સની જરૂરિયાત પણ સતત વધતી રહેશે.

આ પણ વાંચો: કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમકોર્ટ જઈશું...', અચાનક કેમ ભડક્યાં કોંગ્રેસી CM
આ નોકરીઓમાં આવી શકે છે મંદી
એક તરફ જ્યાં નવા ક્ષેત્રો વિકસી રહ્યા છે, ત્યાં બીજી તરફ કેટલીક પરંપરાગત નોકરીઓ પર જોખમ પણ મંડરાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, આવનારા વર્ષોમાં ડેટા એન્ટ્રી ક્લાર્ક, બેન્ક ક્લાર્ક, કેશિયર અને પોસ્ટલ સર્વિસ ક્લાર્ક જેવી નોકરીઓની માંગમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય ગ્રાફિક ડિઝાઈનર્સ, લીગલ ઓફિશિયલ, એકાઉન્ટિંગ ક્લાર્ક, પ્રિન્ટિંગ વર્કર્સ અને ટિકિટ ક્લાર્ક જેવા વ્યવસાયોમાં પણ કામની તકો ઓછી થવાની ભીતિ છે. બદલાતા સમય સાથે ટકી રહેવા માટે કર્મચારીઓએ નવી સ્કીલ્સ શીખવી અનિવાર્ય બની ગઈ છે.


