નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (AI IMAGE) |
New Education Policy: AIનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ઉચ્ચ શિક્ષણમાં ઈજનેરી-સાયન્સમાં વિદ્યાર્થીઓને AI અલગથી કોર્સ તરીકે ભણાવાવામાં આવી રહ્યો છે પરંતુ સ્કૂલ લેવલે પણ વિદ્યાર્થીઓને AIની સમજ આપવાની જરૂર છે. સ્કૂલ લેવલે એનઈપી કરિક્યુલમ ફ્રેમવર્ક-2023નો અમલ કરવાનું શરુ કરવામાં આવી રહ્યો છે ત્યારે એનસીઈઆરટી દ્વારા સૌપ્રથમ ધો. 11-12માં AIને એક અલગ વિષય તરીકે અન્ય વિષયોના બાસ્કેટ સાથે આપવાનું નક્કી કરાયું છે.
AIનો આખો અભ્યાસક્રમ જ તૈયાર કરવા માટે એક કમિટી પણ રચાઈ છે. એનઈપી મુજબ નવા ઈમર્જિંગ સબ્જેકટ-ટૅક્નોલૉજીને અભ્યાસક્રમમાં ઇન્ટિગ્રેટેડ કરવાની જોગવાઈને અનુરૂપ ધો. 9થી 12ના પુસ્તકો પણ એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાશે.
નવું કરિક્યુલમ ફ્રેમવર્ક
એનસીઈઆરટી પાસેથી મળતી માહિતી મુજબ હાલ એનઈપી મુજબના નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક મુજબના પુસ્તકો તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં 2026-27થી પ્રથમ તબક્કામાં ધો. 9 અને ધો. 11 માટેના નવા પુસ્તકો આવશે. જ્યારે 2027-28થી ધો. 10 અને ધો. 12 માટેના નવા પુસ્તકો આવશે. જેમાં એનઈપી મુજબના કેટલાક નવા ચેપ્ટર્સ અને નવા વિષયો સાથે નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.
આગામી 1-2 વર્ષમાં ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં AI એક વિષય તરીકે ભણાવાશે
આ ઉપરાંત એનસીઈઆરટી દ્વારા AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને સ્કૂલ લેવલે દાખલ કરવા માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા AI મુજબનો આખો સબ્જેક્ટ સિલેબસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આગામી એકથીબે વર્ષમાં ધો. 11-12માં તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે AI એક સબ્જેક્ટ તરીકે ભણાવાશે. જેમાં અલગથી એક વિષય જ હશે અને અલગથી એક બુક રહેશે. આ AI સબ્જેક્ટનું નામ ફાઉન્ડેશન એન્ડ મેથડ્સ ઑફ AI રહેશે.
રાષ્ટ્રીય સ્તરે NEP મુજબ ફેરફારો શરુ, જ્યારે રાજ્ય કક્ષાએ પ્રક્રિયા હજુ બાકી
પ્રાથમિક તબક્કે તો ધો. 11-12ના વિદ્યાર્થીઓને જ AI વિષય-ટૅક્નોલૉજીથી વાકેફ કરાવવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર જરૂર પડે ધો. 9-12 અને ત્યારબાદ પ્રાયમરી માત્ર સપ્લીમેન્ટરી શીટ તરીકે વિદ્યાર્થીઓને પ્રાથમિક સમજણ માટે જ અપાશે. જ્યારે બીજી બાજુ ગુજરાત બોર્ડની હેઠળની સ્કૂલોમાં ચાલતા જીસીઈઆરટીના મુજબના ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળોના પુસ્તકોમાં હજુ સુધી એનઈપી મુજબના નવા કરિક્યુલમ ફ્રેમવર્કનો અમલ થયો નથી.
આ પણ વાંચો: SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થતાં જ મમતા બેનરજી ટેન્શનમાં, ગઢમાં જ હવે ઘરે-ઘરે જવાનો વારો!
ધોરણ 6થી 12 માટેના નવા અભ્યાસક્રમનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે
એનઈપીની જોગવાઈ પ્રમાણે ગુજરાતમાં સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે અને જેની કમિટી દ્વારા ધો. 9થી 12 અને ધો. 6થી 8 માટેના નવા અભ્યાક્રમો તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેનો ડ્રાફ્ટ સૌપ્રથમ જાહેર કરાશે. જો કે હાલ તો ધો. 9થી 12માં ગણિત, વિજ્ઞાન અને સાયન્સના પુસ્તકો તથા ધો. 1થી 8માં સાયન્સ, ગણિત અને પર્યવારણના પુસ્તકો એનસીઈઆરટીના તથા અંગ્રેજી-હિન્દી એમ ભાષાના પુસ્તકો એનસીઈઆરટીના લાગુ કરવામાં આવ્યા છે.








